Instagram Reel : ‘પાપાની પરી’ને સ્ટંટ કરવો પડ્યો ભારે, Viral Video જોઈને લોકો થઈ ગયા હેરાન

|

Jan 12, 2023 | 6:30 PM

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને તમે હસતા જ રહી જશો. હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક છોકરી બાઈક પર બેસીને સ્ટંટ કરતી જોવા મળે છે,

Instagram Reel : પાપાની પરીને સ્ટંટ કરવો પડ્યો ભારે, Viral Video જોઈને લોકો થઈ ગયા હેરાન
Viral Video
Image Credit source: Instagram

Follow us on

બાઈક ચલાવતી વખતે દરેક વ્યક્તિ એક્સાઈટેડ હોય છે. પરંતુ તેનો ઉત્સાહ ક્યારેક પોતાની જાતને અથવા અન્ય પર ભારે પડે છે. ઘણા એવા પ્રકારના ડ્રાઈવરો છે જેઓ રસ્તા પર પોતાના જીવની પરવા કર્યા વિના વાહન ચલાવે છે. બાઈક કે સ્કૂટી ચલાવતી છોકરીઓનો વીડિયો ઘણાં ટ્રોલ થતાં હોય છે. કારણ કે સોશિયલ મીડિયા પર સ્કૂટી કે બાઈક સવારી કરતી છોકરીઓના આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને તમે હસતા જ રહી જશો. આ જ કારણ છે કે ટ્રોલર્સ તેમને ‘પાપાની પરી’ કહેવા લાગ્યા છે. હવે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ કહેશો કે આવું કોણ કરે..!

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે છોકરીઓને બાઈક ચલાવવાનો કેટલો શોખ હોય છે. પરંતુ યુઝર્સનું કહેવું છે કે કેટલીક છોકરીઓ બાઈક ચલાવવામાં એટલી એક્સપર્ટ હોતી નથી. તેઓ સમજી શકતા નથી કે એક્સિલરેટરને ક્યારે અને કેવી રીતે નિયંત્રિત કરવું અને પછી શું થાય છે તે આપણે બધા જાણીએ છીએ. હવે જરા જુઓ આ ક્લિપ જ્યાં એક છોકરીએ રસ્તા પર બાઈક એવી રીતે ચલાવી કે તેણે બે લોકોને ટક્કર મારી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

અહીં જુઓ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી બાઈક ચલાવી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ તેની સામે આવે છે. જેમને તે પાછળથી ટક્કર મારે છે. અચાનક અથડામણને કારણે તે વ્યક્તિ પડી જાય છે. જેને જોઈને યુઝર્સ પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતા નથી.

આ પણ વાંચો : Instagram Reel : પાપાની પરીને પતલી કમરીયા પર સ્ટંટ કરવો ભારે પડ્યો, Video જોઈને સૌ કોઈ હેરાન

15 સેકન્ડનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @sr_lukha_02 નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેને 9 લાખથી વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટ કરીને તેમનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, દીદીને કોઈ કંઈ કહેશે નહીં. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, તમે બાઈક ચલાવનાર છોકરીઓથી જેટલા દૂર જશો તેટલું સારું. હું હવે આ શીખી ગયો છું. આ સિવાય બીજા ઘણા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

Next Article