ભારતનું ભૂંડું બોલી ભારતના નામે જ કમાય છે ભિખારી પાકિસ્તાની, નથી વિશ્વાસ તો જુઓ Video

પાકિસ્તાનીઓ વિદેશમાં પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે ભારતના નામનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાઓની કરતૂત સામે આવી છે.

ભારતનું ભૂંડું બોલી ભારતના નામે જ કમાય છે ભિખારી પાકિસ્તાની, નથી વિશ્વાસ તો જુઓ Video
Pakistanis restaurants under India name
| Updated on: Aug 08, 2025 | 1:51 PM

પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ ભારત વિશે ભૂંડું બોલવામાં કોઈ કસર છોડતી નથી. પાકિસ્તાન સતત ભારત પર અનેક આરોપો લગાવતું રહ્યું છે, પરંતુ તે જ દેશના લોકો પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે ભારતના નામનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાઓની કરતૂત સામે આવી છે.

ભારતના નામ પર રેસ્ટોરા ખોલી રહ્યા પાકિસ્તાનીઓ

વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પોતાનો ધંધો ચલાવવા ભારત બ્રાન્ડ પર આધાર રાખે છે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ પોતાનો વીડિયો બનાવી શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તમે ગમે ત્યાં જાવ જાપાન, ચાઈના, મલેશિયા જેવા કોઈ પણ દેશમાં અહીં બધે જ પાકિસ્તાનીઓ તેમની રેસ્ટોરન્ટ કે શોપ પર ભારત નામનો ઉપયોગ કરી ગ્રાહકોને આકર્ષે છે.

વીડિયો આવ્યો સામે

ગ્રાહકો ભારતીય સમજી જમે છે

ભોળા ગ્રાહકો ભારતીય જમવાનું અને ભારતીય સામાન સમજી તે રેસ્ટોરન્ટમાં જમે છે પણ તે ખરેખર પાકિસ્તાનીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હોય છે, અને મોટાભાગના દેશોમાં પાકિસ્તાનીઓ ભારતના નામે ચરી ખાય છે.

પાકિસ્તાનીઓની છબી કેવી છે તે આખી દુનિયા જાણે છે લોકો તેમના નામે સામાન ખરીદવાનું પણ ટાળે છે ત્યારે હવે લોકોને ભરમાવવા ભીખારી પાકિસ્તાનીઓ વિદેશોમાં જઈ INDIANના નામે રેસ્ટોરન્ટ અને દુકાનો ખોલી બેઠા છે. વીડિયોમાં તમે ઘણી બધી રેસ્ટોરન્ટ જોઈ શકશો જે ભારતના નામે છે અને તે પાકિસ્તાનીઓ ચલાવી રહ્યા છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો