15 સેકન્ડના વીડિયો માટે પાકિસ્તાની ટિકટોકરે જંગલમાં લગાવી દીધી આગ! Video જોઈને લોકોએ કહ્યું- શું પાગલપન છે

પાકિસ્તાનના એક ટિકટોકરના વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં ટિકટોક સ્ટાર હુમૈરા અસગર (TikTok star Humaira Asghar)સળગતા જંગલની વચ્ચે પોઝ આપતી જોવા મળે છે. હવે આ વીડિયો જોઈને લોકો ગુસ્સામાં છે.

15 સેકન્ડના વીડિયો માટે પાકિસ્તાની ટિકટોકરે જંગલમાં લગાવી દીધી આગ! Video જોઈને લોકોએ કહ્યું- શું પાગલપન છે
Pakistani Tiktokar Viral Video
| Edited By: | Updated on: May 18, 2022 | 5:16 PM

પાકિસ્તાન (Pakistan) આ દિવસોમાં ભીષણ ગરમીની (Heatwave) ઝપેટમાં છે. જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે એબોટાબાદના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ દરમિયાન લાખો ફોલોઅર્સ ધરાવતી પાકિસ્તાની ટિકટોકર હુમૈરા અસગરે (TikToker Humaira Asghar) એક એવું કામ કર્યું છે, જેના વિશે સોશિયલ મીડિયા યુઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હુમૈરાએ કથિત રીતે 15 સેકન્ડનો ટિકટોક વીડિયો બનાવવા માટે જંગલમાં આગ લગાવી દીધી હતી. વાયરલ વીડિયોમાં તે સળગતા જંગલની સામે પોઝ આપતો જોઈ શકાય છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘હું જ્યાં પણ રહું છું ત્યાં આગ લાગે છે.’ હવે આ વીડિયો વાયરલ થયા બાદ ટિકટોક સ્ટાર હુમિરાને ચારેબાજુ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં જ ટિકટોકર હુમૈરાએ સળગતા જંગલો વચ્ચે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. લોકોએ વીડિયો માટે હુમૈરા પર જંગલમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ હુમૈરાના મેનેજરે મીડિયામાં સ્પષ્ટતા કરવી પડી કે આ આગ હુમૈરાએ નથી લગાવી. આ સાથે કહ્યું કે સળગતા જંગલો વચ્ચે વીડિયો બનાવવામાં કંઈ ખોટું નથી. જો કે વિવાદ વધતો જોઈને હુમૈરાએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો.

અહીં સળગતા જંગલો વચ્ચે હુમૈરા અસગરનો વીડિયો જુઓ…..

કાર્યવાહીની કરી માંગ

તે જ સમયે પર્યાવરણ કાર્યકર્તા અને ઈસ્લામાબાદ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ રીના સઈદ ખાને પણ આ મામલે હુમૈરાની ટીકા કરી છે. તેણે કહ્યું, ‘આગને ગ્લેમરાઈઝ કરવાને બદલે તેણે તેને ઓલવવા માટે પાણીની ડોલ રાખવી જોઈતી હતી.’ પોલીસે આ મહિનાની શરૂઆતમાં એબોટાબાદમાં વીડિયો શૂટ કરવા માટે જંગલમાં ઈરાદાપૂર્વક આગ લગાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. લોકોએ હુમૈરા સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

રીના સઈદે તેના ટ્વીટર હેન્ડલ @rinasaeed પરથી હુમૈરાનો તે વીડિયો શેયર કર્યો છે. જેણે ઘણો હંગામો મચાવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને 1 લાખ 92 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 2 હજારથી વધુ લોકોએ પોસ્ટને રીટ્વીટ કરી છે. આ સિવાય સેંકડો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ટ્વિટર યુઝર્સ આ પોસ્ટ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ વીડિયોમાં હુમૈરાની હરકતોને પાગલ ગણાવી છે.