પાકિસ્તાનના Sunny Deolએ શરીફ બંધુઓેને ધોઈ કાઢયા, વીડિયો જોઈ લોકો હસી હસીને થયા લોટપોટ

Viral Video: પાકિસ્તાનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેને લોકો પાકિસ્તાની સની દેઓલ કહી રહ્યા છે.

પાકિસ્તાનના Sunny Deolએ શરીફ બંધુઓેને ધોઈ કાઢયા, વીડિયો જોઈ લોકો હસી હસીને થયા લોટપોટ
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:11 PM

પાકિસ્તાન અવારનવાર દુનિયાની ચર્ચામાં રહે છે. ક્યારેક તેના ગધેડાની સંખ્યાને કારણે, નેતાઓના ભાષણોને કારણે, આતંકવાદને કારણે અને પાકિસ્તાની લોકોના કેટલાક મૂર્ખામી ભરેલા કામને કારણે. પાકિસ્તાન પર અનેક ફિલ્મો બની છે. તેમાંથી એક યાદગાર ફિલ્મ હતી ગદર (Gadar). તેના તમામ પાત્રો તેમના અભિનયના કારણે લોકોના દિલમાં છવાઈ ગયા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેને કારણે પાકિસ્તાન ફરી ચર્ચામાં આવ્યુ છે. આ વાયરલ વીડિયો એક પાકિસ્તાની બાળકનો છે. તેણે એવું નિવેદન આપી દીધુ કે લોકો તેને પાકિસ્તાની સની દેઓલ કહી રહ્યા છે.

આ વાયરલ વીડિયો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની એક રેલીનો છે. આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક મહિલા રીપોર્ટર લોકોના ઈન્ટરવ્યૂ લઈ રહી છે. ત્યા જ એક કાળા ચશ્મા પહેરેલો બાળકનો ઈન્ટરવ્યૂ માટે આવે છે. અને પાકિસ્તાનના હાલના વડાપ્રધાન શહબાઝ શરીફ અને તેમના ભાઈ નવાઝ શરીફ વિરુધ મોટુ નિવેદન આપે છે. તે ગદર ફિલ્મના તારા સિંહની સ્ટાઈલમાં એવી વાત કહી જાય છે, કે લોકો હસી હસીને લોટ પોટ થઈ જાય છે. તે બાળકની પાછળ તેના બે ભાઈઓ પણ હતા. તેમની પાછળ વિશાળ સંખ્યામાં રેલીમાં આવેલા લોકો દેખાય રહ્યા છે. તે બાળક કહે છે કે, અમે ત્રણ ભાઈઓ મળીને એક રોટલી ભાઈએ અને તમે 2 ભાઈઓ મળીને આખો દેશ ખાશો ? કેમ તમારા બાપનો દેશ છે. શહબાઝ શરીફ પાછો જા, શહબાઝ શરીફ પાછો જા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પાકિસ્તાની સની દેઓલનો ફની વીડિયો સોશિયલ મીડયા પ્લેટફોર્મ ટ્વિટર પર Hindu Boy નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાસ્તાવમાં એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો છે. આ વીડિયો પર લોકો હજારો વ્યૂ આવ્યા છે. લોકોએ આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી છે. લોકો આ વીડિયો જોઈને ખુબ હસ્યા છે. આ વીડિયોને કારણે લોકોને સારુ એવુ મનોરંજન મળ્યુ છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, 3 બાળકો માટે એક રોટલી, પાકિસ્તાનમાં તો ભારે ગરીબી છે ભાઈ.