ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી અનેક યુદ્ધો થયા છે. જેમાં 1965 અને 1971ના યુદ્ધોનો સમાવેશ થાય છે. આ દરમિયાન પાકિસ્તાનના ઇતિહાસના પ્રોફેસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે આ બે યુદ્ધોને લઈને પાકિસ્તાનમાં ફેલાયેલી ભ્રમણાનો પર્દાફાશ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તે કહી રહ્યો છે કે પાકિસ્તાન અત્યાર સુધી ભારત સામે એક પણ યુદ્ધ જીતી શક્યું નથી. આ બધી વાતો વાહિયાત છે. જો કોઈ ખોટું બોલે તો પણ કયામતમાં શું જવાબ આપશે.
પાકિસ્તાની પ્રોફેસરે જણાવ્યું કે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનીઓએ બાંગ્લાદેશમાં રહેતા બંગાળીઓ પર ખૂબ જુલમ કર્યા હતા. તેમની મહિલાઓ અને છોકરીઓ પર જાહેરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યાર સુધી થયેલા તમામ યુદ્ધોમાં ભારતે દરેક યુદ્ધ જીત્યું છે. 1965નું યુદ્ધ હોય, 1971નું યુદ્ધ હોય કે પછી વર્ષ 1999નું કારગિલનું યુદ્ધ હોય. આ તમામ યુદ્ધોમાં પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
How many wars Pakistan won against ‘Hindu India’ and how Pak army treated Bengali women.pic.twitter.com/wzR7PpFx2l
— Pakistan Untold (@pakistan_untold) April 9, 2023
વર્ષ 1971ના યુદ્ધમાં પણ ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરી દીધું હતું. જેના કારણે બાંગ્લાદેશ અલગ દેશ બન્યો. તે સમયે ભારતે પાકિસ્તાનના લગભગ 96 હજાર સૈનિકોને પણ કેદમાં લીધા હતા, જેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના શાસકો હંમેશા ભારત વિશે ખોટી વાતો કરતા જોવા મળે છે. તેઓ દરેક યુદ્ધમાં પોતાની જીતનો દાવો કરતા રહે છે, પરંતુ આખી દુનિયા જાણે છે કે ભારતે હંમેશા યુદ્ધના મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું છે.
પાકિસ્તાન હંમેશા યુદ્ધને વધુ પ્રાધાન્ય આપતું આવ્યું છે, તેનું જ પરિણામ છે કે આજે પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હાલમાં પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, ત્યાંના લોકોને એક ટાઈમનું જમવાનું પણ મળી રહ્યું નથી.