Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

ફરી એક વાર પાકિસ્તાનીઓએ ઈન્ટરનેટને કન્ટેન્ટ પુરુ પાડ્યુ છે.પાકિસ્તાનીઓના જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં
File Photo
| Edited By: | Updated on: Oct 14, 2021 | 3:17 PM

Viral Video : ભારત અને પાકિસ્તાન એકબીજાના પડોશી હોવા છતાં બંને વચ્ચેની દુશ્મનાવટ કોઈથી છુપાયેલી નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં જે પણ થાય છે તે ભારતમાં ચર્ચાનો વિષય બને છે.પાકિસ્તાનીઓના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા જોવા મળે છે.ત્યારે ફરી એકવાર ઈન્ટરનેટ પર પાકિસ્તાનીઓ ચર્ચાનો વિષય બન્યા છે.પાકિસ્તાનીઓનો આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

માત્ર પાકિસ્તાનીઓ જ આ જુગાડ કરી શકે 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, જુગાડના મામલામાં પાકિસ્તાનીઓ પણ નંબર વન છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઈકને ટેક્સીમાં (Taxi) રૂપાંતરિત કરવામાં આવી છે.બાઈકમાં તમે 2-3 વ્યક્તિઓને બેઠેલા જોયા હશે,પરંતુ શું દસથી વધુ વ્યક્તિઓ પણ બાઈકમાં બેસી શકે ? જી હા પાકિસ્તાનીઓએ આ કરીને બતાવ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

જુઓ વીડિયો

આ જુગાડ જોઈને લોકો પણ વિચારમાં

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JSvasan નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, માત્ર પાકિસ્તાનીઓ જ આ જુગાડ કરી શકે. જ્યારે અન્ય યુઝર્સ (Users) લખ્યુ કે,મેં ક્યારેય આવી બાઈક જોઈ નથી.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર