Viral Video : Pakistanના યુ ટ્યુબરે શેર કર્યો એવો વીડિયો જે જોઈ યુઝર્સ ભડકી ઉઠ્યા, લોકોએ કહ્યું આ મજાકમાં ઘરેલુ હિસાં..

હાલમાં જ આ યુ ટ્યુબરે એક ફની ટિકટોક વીડિયો બનાવવા માટે આવો પ્રૅન્ક વીડિયો અપલોડ કર્યો હતો, જેને જોયા બાદ યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. લોકો શાહવીરને ઘણી ગાળો ભાંડી રહ્યા છે.

Viral Video : Pakistanના યુ ટ્યુબરે શેર કર્યો એવો વીડિયો જે જોઈ યુઝર્સ ભડકી ઉઠ્યા, લોકોએ કહ્યું આ મજાકમાં ઘરેલુ હિસાં..
Pakistan YouTuber shared a video
| Edited By: | Updated on: Apr 19, 2023 | 11:50 AM

આ દિવસોમાં પાકિસ્તાનના પ્રખ્યાત યુ ટ્યુબર શાહવીર જાફરીને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો ચાલી રહ્યો છે. હાલમાં જ આ યુ ટ્યુબરે એક ફની ટિકટોક વીડિયો બનાવવા માટે આવો પ્રૅન્ક વીડિયો અપલોડ કર્યો હતો, જેને જોયા બાદ યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. લોકો શાહવીરને ઘણી ગાળો ભાંડી રહ્યા છે. લોકો કહે છે કે યુ ટ્યુબરે ઘરેલુ હિંસાનો મજાક ઉડાવ્યો છે. આવો જાણીએ કે તે વીડિયોમાં એવું શું હતું કે યુ ટ્યુબરનો સખત વિરોધ થઈ રહ્યો છે.

પાકિસ્તાની યુ ટુબર થયો ટ્રોલ

શાહવીર દ્વારા ટિકટોક પર અપલોડ કરવામાં આવેલો વિડિયો ઘરેલું હિંસા સાથે જોડાયેલી ટીખળ હતી. જોકે, ક્લિપ જોઈને લોકો અકળાઈ ગયા હતા. વાયરલ ક્લિપમાં શાહવીર તેની પત્નીનું ઓશીકું વડે ગળું દબાવવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. જોકે, વીડિયોમાં પત્નીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી કારણ કે તે બિજી બાજુ માંથુ રાખીને સુઈ ગઈ હતી જો કે આ એક પ્રેન્ક વીડિયો હતો. પરંતુ તેમ છતાં, યુટ્યુબર જે રીતે ઘરેલુ હિંસાની મજાક ઉડાવે છે તે લોકોને પસંદ આવ્યું ન હતુ. આ જ કારણ છે કે લોકો શાહવીરના વીડિયોનો સખત વિરોધ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ

વાયરલ ક્લિપ ટ્વિટર પર નિશાત નામના યુઝરે @nishat218 હેન્ડલથી શેર કરી છે. યુઝરે લખ્યું છે કે, આ વીડિયો જોઈને મારું લોહી ઉકળી રહ્યું છે. નિશાતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે કોઈ તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કરે છે અને તે વીડિયો પર 41 હજારથી વધુ લાઈક્સ હાસ્યાસ્પદ છે. નિશાતે જણાવ્યું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ પાકિસ્તાની યુટ્યુબર અને ટિકટોકર શાહવીર જાફરી છે.

સોલ સિસ્ટર્સ પાકિસ્તાનના ફાઉન્ડર અને ફિલ્મ મેકર કંવર અહેમદે પણ આ વીડિયો શેર કર્યો છે અને શાહવીરનો ક્લાસ લગાવી હતી. તેમણે કટાક્ષમાં લખ્યું છે કે, એવા દેશમાં જ્યાં ઘરેલું હિંસાને કારણે દર વર્ષે હજારો મહિલાઓ મારી જાય છે. પ્રખ્યાત યુટ્યુબરને તેની પત્નીનું ગળું દબાવવાનું થોડું વિચિત્ર લાગે છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, ટ્વિટર યુઝર્સ પણ શાહવીર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

Published On - 11:36 am, Wed, 19 April 23