OMG ! Rent પર મળી રહી છે Army, લઈ શકો તો લઈ લો

|

Aug 26, 2022 | 11:59 PM

આવુ ત્યારે જ બની શકે જ્યારે કોઈ દેશ પાસે જરુરત કરતા વધારે સૈનિકો હોય, કોઈ દેશમાં યુદ્ધની કોઈ સંભાવના ન હોય કે કોઈ દુશ્મનના હોય અથવા તો ત્યારે જ બની શકે જ્યારે કોઈ દેશમાં ભયંકર મોંઘવારી હોય. આ વાત સાંભળીને સૌથી પહેલા મગજમાં એક જ દેશનું નામ યાદ આવે..

OMG ! Rent પર મળી રહી છે Army, લઈ શકો તો લઈ લો
Viral Video
Image Credit source: file photo

Follow us on

જ્યારે અફઘાનિસ્તાન પર તાલીવાનનો આતંક વધ્યો હતો ત્યારે અમેરિકા જેવા શકિતશાળી દેશે પોતાની આર્મી અફઘાનિસ્તાન મોકલીને આતંકનો સફાયો કરી નાખ્યો હતો. તેની આર્મી લગભગ 20 વર્ષ ત્યા રહી હતી. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે જ્યારે કોઈ દેશ પર મોટી માનવસર્જીત કે કુદરતી આફત આવી હોય અને બીજા શકિતશાળી દેશોએ પોતાની આર્મી મોકલીને સંકટના સમયમાં તે દેશની જનતાની મદદ કરી હોય. પણ શું તમે ક્યારેક સાંભળ્યુ છે કે, કોઈ દેશ પોતાની આર્મી ભાડે (Army on Rent) આપી રહી છે. સાંભળીને ચોંકી ગયાને ? આવુ ત્યારે જ બની શકે જ્યારે કોઈ દેશ પાસે જરુરત કરતા વધારે સૈનિકો હોય, કોઈ દેશમાં યુદ્ધની કોઈ સંભાવના ન હોય કે કોઈ દુશ્મનના હોય અથવા તો ત્યારે જ બની શકે જ્યારે કોઈ દેશમાં ભયંકર મોંઘવારી હોય. આ વાત સાંભળીને સૌથી પહેલા મગજમાં એક જ દેશનું નામ યાદ આવે પાકિસ્તાન (Pakistan).

હા, બરાબર સાંભળ્યુ તમે. પાકિસ્તાન પોતાની આર્મી ભાડે આપી રહ્યું છે. પાકિસ્તાન એક એેવો દેશ છે જે સતત દુનિયાની ચર્ચામાં રહે છે. ક્યારેક આતંકવાદી પ્રવૃતિ માટે, ક્યારેક દેવાદાર થવાને કારણે, ક્યારેક તેના વડાપ્રધાનને કારણે, ક્યારેક તેના ગધેડાઓની સંખ્યાને કારણે, ક્યારેક તેના નેતાઓના ભાષણને કારણે, કયારેક તેના ક્રિકેટરોને કારણે તો ક્યારેક ત્યાંના લોકોની વિચિત્ર હરકતોને કારણે પાકિસ્તાન હંમેશા દુનિયાના ગુસ્સા અને હાસ્યનું ભોગ બનતું આવ્યું છે. તે જ પાકિસ્તાનમાં હાલ ભયંકર પૂર આવ્યું હતું. આ પૂર એટલુ ભયંકર છે કે જેને કારણે પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનના લોકોના જીવન પહેલાથી જે તેના નેતાઓ, રાજકારણ અને મોંઘવારીને કારણે ખરાબ ચાલી રહ્યું હતું, તેવામાં આ પૂરને કારણે તેમની સ્થિતિ દયનીય બની છે. સરકાર લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

યૂટયુબ પર World Affairs નામની ચેનલ પરથી એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પોતાની આર્મી ભાડે આપી રહી છે. વાત એેમ છે કે કત્તાર દેશ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર વચ્ચે ફૂટબોલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. તેની તૈયારીઓ હમણાથી શરુ થઈ ગઈ છે. પણ કત્તાર દેશ એક નાનો દેશ છે. આ ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન ત્યાંની સુરક્ષા માટે કત્તાર દેશ પાસે પૂરતી આર્મી નથી. અને તેમને આર્મી ભાડે જોઈએ છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકાર આ માટે પોતાની આર્મી ભાડે આપવા તૈયાર છે. આ વાતનો દાવો પાકિસ્તાની ન્યૂઝ એજન્સીએ પણ કરી છે. આ નિર્ણયથી પાકિસ્તાનમાં જે તેની સરકારની મજાક ઉડાવાઈ રહી છે.

તેવામાં પ્રશ્ન એ થાય કે કત્તાર દેશ બીજા કોઈ દેશ પાસે મદદ કેમ નથી લેતી અને પાકિસ્તાનની જ આર્મીને જ કેમ ભાડે લઈ રહી છે. જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ઘણો દેવાદાર છે અને કત્તાર દેશે તેના ખરાબ સમયમાં તેને પૈસાની ખુબ મદદ કરી છે. તે પૈસાની મદદના બદલામાં તે પોતાની આર્મીને મોકલી રહ્યો છે. પાકિસ્તાને એક સ્પેશિયલ ઓર્ડર પાસ કરીને આ નિર્ણય કરવો પડ્યો હતો. તુર્કી, જોર્ડન અને નાટો દેશને પણ કત્તાર દેશે મદદની માંગ કરી હતી. પણ તેમણે કોઈ ખાસ જવાબ ન આપ્યો. તેવામાં પાકિસ્તાન દેશ હાલ દુનિયામાં હાંસીપાત્ર બન્યુ છે.

Published On - 11:57 pm, Fri, 26 August 22

Next Article