આજના સમયમાં માણસ પોતાના કામ પાછળ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તે બધું જ ભૂલી ગયો છે. આવી સ્થિતિમાં, આ ભાગદોડભર્યા જીવનમાં, કોઈ વ્યક્તિ આરામની બે ક્ષણો પસાર કરવા માંગે છે. તેથી મોટાભાગના લોકો તેમના ફ્રી ટાઇમમાં સોશિયલ મીડિયા (Social media) પર અનેક રિલ્સ જૂએ છે. જ્યાં તેમને ઘણા બધા વીડિયો જોવા મળે છે. જેમાંથી કેટલાક જોતા જ વાયરલ (Viral Video) થઈ જાય છે અને તેને જોયા બાદ આપણો દિવસ સારો બનાવે છે. આવો જ એક વીડિયો પણ આ દિવસોમાં ચર્ચામાં છે.
પ્રેમની કોઈ ભાષા નથી અને કોઈ સીમા નથી, આ લાગણી માણસો તેમજ જંગલી પ્રાણીઓ સરળતાથી સમજી શકે છે. હા, માણસ હોય કે પ્રાણી, દરેક જણ પોત-પોતાની રીતે પ્રેમ વ્યક્ત કરે છે અને અનુભવે છે. હવે સામેની આ ક્લિપ પર એક નજર નાખો જ્યાં હંસની જોડી ખુશ થઈ રહી છે અને મનોરંજક રીતે ડાન્સ કરી રહી છે. જે કોઈના પણ દિલને ખુશ કરવા માટે પૂરતું છે.
Dancing swans.. 🦢
Sound on pic.twitter.com/uQXtQQUvgd
— Buitengebieden (@buitengebieden) September 16, 2022
વીડિયોમાં નદીના કિનારે બે હંસ જોવા મળે છે, જે ખુશનુમા વાતાવરણ જોઈને ખૂબ જ ખુશ દેખાય છે. તેમની ખુશીનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, તેઓ મળતાની સાથે જ એકબીજા સાથે નાચવા લાગે છે. તેમની કોમળ અને નાજુક પાંખો પવનની લહેરખી સાથે ઉડી રહી છે અને તમે એકબીજા સાથે તેમની ધૂન જોઈને આનંદ જ આવશે. હંસના આવા વીડિયો રીલ અને રિયલ લાઈફમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે આવા મનમોહક વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આ વીડિયોને ટ્વિટર પર @buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, 29 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને લોકો તેમની કોમેન્ટ્સ આપી રહ્યા છે.