અમેરિકન પોલીસ પર પણ ચઢ્યો નાટુ-નાટુ ગીતનો રંગ, સાથે મળી કર્યા સિગ્નેચર સ્ટેપ્સ, જુઓ Viral Video

નાટુ-નાટુ ગીત વાગતાની સાથે જ દરેક વ્યક્તિ તેના ફેમસ ડાન્સ સ્ટેપ્સ પરફોર્મ કરવાથી પોતાને રોકી શકતી નથી ત્યારે આ વીડિયો જોઈને તમે ભારતીય હોવાનો ગર્વ અનુભવશો જ્યારે તમે વિદેશી પોલીસકર્મીઓને ભારતીય ગીતો પર નાચતા જોશો.

અમેરિકન પોલીસ પર પણ ચઢ્યો નાટુ-નાટુ ગીતનો રંગ, સાથે મળી કર્યા સિગ્નેચર સ્ટેપ્સ, જુઓ Viral Video
American Policemen Dance
Image Credit source: Tv9 Digital
| Edited By: | Updated on: Mar 14, 2023 | 7:34 PM

પહેલા ગોલ્ડન ગ્લોબ અને હવે ઓસ્કાર જીત્યા બાદ, ફિલ્મ RRR ફેમ નાટુ- નાટુ ગીત સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના લોકો નાટુ-નાટુ પર ડાન્સ કરતા પોતાને રોકી શકતા નથી. ક્યા દેશી, ક્યા વિદેશી, નાટુ-નાટુ ગીત વગાડવાનું શરૂ થતાંની સાથે જ દરેક વ્યક્તિ તેના ફેમસ ડાન્સ સ્ટેપ્સ પરફોર્મ કરવાથી પોતાને રોકી શકતી નથી. આવો વીડિયો જોઈને તમે ભારતીય હોવાનો ગર્વ અનુભવશો જ્યારે તમે વિદેશી પોલીસકર્મીઓને ભારતીય ગીતો પર નાચતા જોશો.

આ પણ વાંચો: ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત નાટુ નાટુ પર ખાસ અંદાજમાં જશ્ન મનાવતા જોવા મળ્યા, અશ્વિન-જાડેજા Video Viral

ટ્વિટર એકાઉન્ટ @Nenavat_Jagan પર શેર કરવામાં આવેલ વીડિયોમાં, અમેરિકન પોલીસ ઓસ્કાર એવોર્ડ મેળવનાર નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને અને આ જોઈ ભારતીયો ગર્વ અનુભવી રહ્યા હતા. વિદેશની ધરતી પર નાટુ-નાટુની ઉજવણી કરવામાં આવી ત્યારે તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ હતી. નાટુ-નાટુ પર અમેરિકન યુનિફોર્મવાળા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકન પોલીસકર્મીઓ નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર અમેરિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર્દી પહેરી પોલીસકર્મીઓ RRR ફેમ નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો પરથી ખબર પડે છે કે વાતાવરણ હોળીનું છે જ્યાં હોળીમાં ભારતીયોના રંગબેરંગી રંગો જોઈને પોલીસકર્મીઓએ પણ તેમની સાથે હિન્દુસ્તાની ઉત્સવમાં ભાગ લીધો એટલું જ નહીં પરંતુ ઓસ્કાર જીતનાર ભારતીય ગીત નાટુ-નાટુ પર ડાન્સ સ્ટેપ્સ પણ કર્યા. આ દરમિયાન અમેરિકન પોલીસકર્મીઓના ચહેરા પર પણ જબરદસ્ત ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી હતી.

નાટુ-નાટુનો નશો આખી દુનિયામાં છવાયો

નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતા અમેરિકન પોલીસકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક તરફ હોળી જેવો સુંદર અને રંગીન તહેવાર અને બીજી તરફ નાટુ-નાટુને મળેલો ઓસ્કાર એવોર્ડથી ભારતીયોની ખુશીમાં વધારો થયો છે. નાટુ-નાટુ પર ડાન્સ કરતા લોકોના વીડિયો અવારનવાર માત્ર એવોર્ડ ફંક્શન જ નહીં પણ દુનિયાના અલગ-અલગ સ્થળોએથી જોવા મળી રહ્યા છે. આ સમયે દરેક પર નાટુ-નાટુનો નશો દેખાય છે. આ વાયરલ વીડિયોને 2.77 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.