માણસની જેમ સિગારેટ પીતો જોવા મળ્યો Orangutan, કશ લીધા પછી તેને કંઈ રીતે બુજાવી તે આ Viral Videoમાં જૂઓ

Orangutan Viral Video: આ ચોંકાવનારો વીડિયો વિયેતનામના હો ચી મિન્હ સિટી સ્થિત સાઈગોન ઝૂનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક ઓરંગુટાન માણસોની જેમ સિગારેટ પીવાની મજા માણી રહ્યો છે.

માણસની જેમ સિગારેટ પીતો જોવા મળ્યો Orangutan, કશ લીધા પછી તેને કંઈ રીતે બુજાવી તે આ Viral Videoમાં જૂઓ
Orangutan was seen smoking a cigarette like a man
| Edited By: | Updated on: Jun 25, 2022 | 7:13 AM

જો તમે કોઈપણ પ્રાણી સંગ્રહાલય (Zoo) અથવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જાઓ છો, તો તમને આવા ઘણા નોટિસ બોર્ડ જોવા મળશે. જેના પર લખેલું હશે કે પ્રાણીઓને ખાવા-પીવાનું ન આપો. પરંતુ કેટલાક પ્રવાસીઓ પ્રાણીઓ સાથે મસ્તી કરવા માટે આ બાબતોને નજર અંદાજ કરે છે. પરિણામ એ આવે છે કે ક્યારેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે, તો ક્યારેક તેઓ પ્રાણીઓ માટે સમસ્યા બની જાય છે. હાલમાં એક પ્રાણી સંગ્રહાલયનો એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના પછી નેટીઝન્સ ખૂબ જ ગુસ્સે છે. વાસ્તવમાં વાયરલ ક્લિપમાં એક ઓરંગુટન સિગારેટ પીતા (Orangutan Smoking Cigarette) જોઈ શકાય છે.

આ ચોંકાવનારો વીડિયો વિયેતનામના હો ચી મિન્હ સિટી (Ho Chi Minh City) સ્થિત સાઈગોન ઝૂ (Saigon Zoo) અને બોટનિકલ ગાર્ડનનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઓરંગુટાન ખૂબ જ આનંદ સાથે સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. જે કદાચ કોઈ પ્રવાસીએ ત્યાં ફેંકી હતી. ઓરંગુટાન માણસની જેમ તેની આંગળીઓ વચ્ચે સિગારેટ પકડીને કશ લેતા જોઈ શકાય છે. આટલું જ નહીં, સિગારેટનો કશ લીધા પછી તેને જમીન પર ઘસીને બુઝાવી પણ દે છે.

અહીં સિગારેટ પીતા ઓરંગુટાનનો વીડિયો જૂઓ….

પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓરંગુટાન બોર્નિયોથી વિયેતનામ આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયના પ્રવક્તાએ પણ સ્પષ્ટતા કરી હતી કે, સિગારેટ ઓરંગુટાનના ઘેરામાં એક પ્રવાસી દ્વારા ફેંકવામાં આવી હતી અને પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ નહીં.

વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા

યુટ્યુબ પર વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને લોકો તરફથી પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, જ્યારે આવા બુદ્ધિશાળી પ્રાણીઓ સાથે આ પ્રકારનું વર્તન જોવા મળે છે ત્યારે તે ખૂબ જ દુઃખદ છે. આ વીડિયો બિલકુલ ફની નથી. આ અંગે પ્રાણીસંગ્રહાલયના પ્રવક્તાનું કહેવું છે કે, લોકો ઘણીવાર પ્રાણીઓના ઘેરામાં વસ્તુઓ ફેંકી દે છે. ઓરંગુટાન આ વસ્તુઓને જોઈને તેનો ઉપયોગ શીખે છે અને પછી તેને પોતાના પર લાગૂ કરવાનું શરૂ કરે છે.