ઓપ્ટિકલ ઈલ્યુઝન (Optical Illusion)ને એમ જ મગજની કસરત માનવામાં આવતું નથી. ઓપ્ટિકલ ઈલ્યુઝનથી સંબંધિત ઘણી તસવીરો એવી હોય છે કે લોકો અસમંજસમાં પડી જાય છે કે તે વસ્તુ ખરેખર શું છે. ઘણી તસવીરોમાં કેટલીક છુપાયેલી વસ્તુઓને શોધવાનો પડકાર હોય છે, જ્યારે ઘણી તસવીરો વ્યક્તિના વ્યક્તિત્વને પણ જણાવે છે. આજે અમે તમારા માટે આવી જ એક તસવીર લઈને આવ્યા છીએ, જેમાં તમારે જણાવવાનું છે કે તમે તસવીરમાં સૌથી પહેલા કઈ વસ્તુ જોઈ અને ત્યારબાદ અમે તમને જણાવીશું કે તમારું વ્યક્તિત્વ ખરેખર કેવું છે? આ એક પેઈન્ટિંગ છે, જે પ્રખ્યાત મેક્સિકન ચિત્રકાર ઓક્ટાવિયો ઓકેમ્પોએ (Octavio Ocampo) બનાવ્યું છે.
ઓપ્ટિકલ ઈલ્યુઝનના આ તસવીરમાં ત્રણ વસ્તુઓ એકસાથે જોવા મળે છે, સ્ત્રી, ઘોડો અને પક્ષી. હવે એ તમારા પર નિર્ભર છે કે આમાંથી કોના પર તમારી પહેલા નજર પડી છે. આ માટે તમને માત્ર 10 સેકન્ડનો સમય આપવામાં આવશે, જે તમે ચિત્રમાં પહેલા શું જોયું.
જો તમે તસવીરમાં પહેલા મહિલાને જોઈ હોય તો તે દર્શાવે છે કે તમારામાં સામાન્ય લોકો કરતા કંઈક અલગ જોવાની ક્ષમતા છે. તમે સંબંધો પ્રત્યે પણ સંવેદનશીલ છો અને જુસ્સાદાર વ્યક્તિત્વ ધરાવો છો. જો તમે કોઈ કામ કરો છો તો તેમાં સફળ થવાની શક્યતાઓ વધુ છે.
જો તમે ચિત્રમાં પ્રથમ ઘોડો જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે સરળ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છો. તમે મજબૂત ઈચ્છાશક્તિવાળા અને લાગણીશીલ પણ છો, પરંતુ તમે તમારી ભાવનાત્મકતાને તમારા ચહેરા પર પ્રતિબિંબિત થવા દેતા નથી, એટલે કે તમે પથ્થર દિલ બની રહો છો. આ સિવાય તમને આકાશની ઊંચાઈઓ પર પહોંચવાની ઈચ્છા પણ છે.
જો ઓપ્ટિકલ ઈલ્યુઝનના આ ચિત્રમાં તમે સૌપ્રથમ આકાશમાં પક્ષીઓને ઉડતા જોયા હોય તો તેનો અર્થ એ છે કે તમે હિંમતવાન અને મહત્વાકાંક્ષી પણ છો અને જો તમે કોઈ પક્ષીને સ્ત્રીના હોઠ બનાવતા જુઓ છો તો તેનો અર્થ એ કે તમે દિલથી શાંત વ્યક્તિ છો.
Published On - 6:45 pm, Sun, 24 July 22