Operation Sindoor : પવન સિંહે ઓપરેશન સિંદૂર પર બનાવ્યું ધાકડ સોંગ, જુઓ Video

આ દિવસોમાં દેશમાં દરેક જગ્યાએ ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે. આખું ભારત ભારતીય સેનાના દરેક સૈનિકને સલામ કરી રહ્યું છે. ખાસ કરીને, ભોજપુરી ઇન્ડસ્ટ્રી કે જેણે આ 'ઓપરેશન સિંદૂર'ની વાહવાહી કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી.

Operation Sindoor : પવન સિંહે ઓપરેશન સિંદૂર પર બનાવ્યું ધાકડ સોંગ, જુઓ Video
| Updated on: May 10, 2025 | 7:09 PM

આ દિવસોમાં દેશમાં દરેક જગ્યાએ ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે. આખું ભારત ભારતીય સેનાના દરેક સૈનિકને સલામ કરી રહ્યું છે. ખાસ કરીને, ભોજપુરી ઇન્ડસ્ટ્રી કે જેણે આ ‘ઓપરેશન સિંદૂર’ની વાહવાહી કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. ભોજપુરી સ્ટાર પવન સિંહે ઓપરેશન સિંદૂર પર એક શાનદાર ગીત બનાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ઓપરેશન સિંદૂર ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ

ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પવન સિંહનું ઓપરેશન સિંદૂર ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત એ ભારતીય સેનાને સમર્પિત છે, જેમણે પહેલગામમાં થયેલા હુમલાનો આકરો જવાબ આપ્યો. આ ટ્રેન્ડિંગ ગીતમાં પવન સિંહે પોતાના અવાજથી દુનિયામાં પોતાનો જાદુ ફેલાવ્યો છે, જ્યારે કિશોર દુલારુઆએ ગીત લખ્યું અને કંપોઝ કર્યું છે.

ગૌતમ યાદવે આ ગીતમાં અદભૂત મ્યુઝિક આપ્યું છે અને તમે આસ્થા સિંહને વીડિયોમાં જોઈ શકો છો. પવન સિંહના અવાજમાં બનેલું આ ગીત બ્રધર્સ મ્યુઝિક સ્ટુડિયોના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદૂર ગીત પર ચાહકોની પ્રતિક્રિયા

હાલમાં, બ્રધર્સ મ્યુઝિક સ્ટુડિયો પર ફક્ત તેનો ઓડિયો જ રિલીઝ કરવામાં આવ્યો છે. 7 મેના રોજ રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 41 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાહકો આના પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “દિલમાં હિંમત અને આંખોમાં સપના છે, હું એ છું જે હારને પણ જીતમાં બદલી દે… પવન ભાઈ, તમે ખૂબ સારું કામ કર્યું છે.” બીજા એક યુઝરે લખ્યું, “ખૂબ સરસ પવન સિંહ, તમારા અવાજમાં જાદુ છે અને ઓપરેશન સિંદૂર ગીત ખૂબ જ મસ્ત છે.” આ સિવાય વધુ એક યુઝરે લખ્યું, “પવન સિંહે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શા માટે સુપરસ્ટાર છે, આ ગીત ધમાલ મચાવશે.”

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો