Weird Food : મેગી અને પાન-મસાલાનો નશો એક સાથે, લોકોએ કહ્યું- ‘આ જ છે અસલી ગુટખા માણસ’

|

Jun 13, 2022 | 8:51 AM

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર r_bam_tv7 નામ સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'દાને-દાને મેં કેસર કા દમ', જે વિમલ પાન મસાલાની ટેગલાઈન છે.

Weird Food : મેગી અને પાન-મસાલાનો નશો એક સાથે, લોકોએ કહ્યું- આ જ છે અસલી ગુટખા માણસ
Pan Masala Maggi

Follow us on

ખાવાના મામલામાં આપણા દેશના લોકોનો કોઈ જવાબ નથી. અહીંયા તમને એકથી વધીને એક લોકો લાજવાબ વસ્તુઓ ખાતા જોવા મળશે. દરેક રાજ્યમાં ખોરાકની વિવિધ જાતો છે. તમે ઉત્તર ભારત જાવ કે દક્ષિણ ભારતમાં, તમે પૂર્વ કે પશ્ચિમ જાવ, તમને એવી ખાદ્ય સામગ્રીઓ મળશે કે તમે દંગ રહી જશો. જો કે, આ હોવા છતાં, કેટલીકવાર સોશિયલ મીડિયા (Social Media) પર આવા વિચિત્ર ખાદ્ય પદાર્થો જોવા મળે છે કે લોકો પૂછતા હોય છે કે ‘આ શું છે’.

તમે મસાલા મેગીમાંથી (Maggie) વિવિધ પ્રકારના શાકભાજી સાથે મેગી ખાધી જ હશે અને હવે લોકોએ મેગીમાં ફેન્ટા અને કોકા કોલા જેવી વસ્તુઓ ઉમેરવાનું શરૂ કર્યું છે. આજકાલ મેગી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ (Viral Video) મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પાન મસાલા સાથે મેગી ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે આ નવી વાનગી શું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાસ્તવમાં, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતો એક વ્યક્તિ વિમલ પાન મસાલા સાથે મેગી ખાતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇક પર એક વ્યક્તિ બેઠો છે. આ દરમિયાન તેણે મેગીને કાળા વાડકામાં લીધી અને તેમણે વિમલ પાન મસાલાનું પેકેટ તેમાં તોડીને નાખ્યું અને ખૂબ આનંદથી તેને મિક્સ કરીને ખાવાનું શરૂ કર્યું. હવે ચાલો જાણીએ કે તેમને આ નવી વાનગીનો સ્વાદ કેવો લાગ્યો, પરંતુ આ વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે કપાળ પકડીને બેસી જશો અને કહેશો કે આ લોકોને શું થયું છે.

વિચિત્ર ફૂડનો વીડિઓ જુઓ….

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર r_bam_tv7 આઈડી સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘દાને-દાને મેં કેસર કા દમ’, જે વિમલ પાન મસાલાની ટેગલાઈન છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 72 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Next Article