નાના બાળકોની મજાક કોને ન ગમે ? નાના બાળકો ઘણી વાર માસૂમિયત અને અજાણતામાં એવી મસ્તી કરી બેસે છે કે તે મોટાઓને ભારે પડી જાય અથવા તો ઘણી વાર રમત રમતમાં એવું કામ કરી દે છે કે લોકોના ચહેરા પર સ્મિત આવી જાય. હાલમાં એક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક બાળકની મજાક તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં રહેતા એક બાળકે આવું જ મજાક કર્યુ છે, ખરેખર આ બાળકે પોલીસને ફોન કર્યો અને પોલીસને તેના ઘરે બોલાવી, બાળકે પોલીસને ફોન કરીને કહ્યું કે તે તેના રમકડાં બતાવવા માગે છે.
આ દરમિયાન, જ્યારે બાળકે તેના પિતાનો ફોન લીધો અને પોલીસને ફોન કર્યો ત્યારે બાળકના પિતા અન્ય કામમાં વ્યસ્ત હતા. આ સમાચારની માહિતી ન્યુઝીલેન્ડની સાઉથ આઇલેન્ડ પોલીસે જ આપી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, તેમણે લખ્યું – કે તે એક સુંદર કોલ હતો, અમે તેને શેર કર્યા વગર રહી ન શક્યા.
વાસ્તવમાં, 4 વર્ષના બાળકએ તેના પિતાના મોબાઇલ પરથી ઇમરજન્સી નંબર 111 ડાયલ કર્યો અને તેના પિતાથી છુપાઇને પોલીસ સાથે વાત કરવાનું શરૂ કર્યું. બાળકે તેમને ઘરે બોલાવ્યા જેથી તે બાળક તેના સારા રમકડાં પોલીસને બતાવી શકે.
અમને ખાતરી છે કે આ સમાચાર વાંચ્યા પછી તમે હસતા હશો. આ કોલ દરમિયાન બાળકે પોલીસને પૂછ્યું કે શું આ પોલીસ લેડીનો નંબર છે? ઓપરેટરે બાળકને પૂછ્યું, મને કહો કે અમે તમારા માટે શું કરી શકીએ? પછી શું હતું, બાળકે તેને ઘરે તેના રમકડાં જોવા માટે બોલાવ્યા.
જ્યારે બાળકએ પોલીસ સાથે વાતચીત કરી ત્યારે પોલીસે નક્કી કર્યું કે તેઓ ચોક્કસપણે તે બાળકના રમકડાં જોવા જશે. કુર્ટ નામનો પોલીસ અધિકારી બાળકના ઘરે પહોંચ્યો અને તેના રમકડાનો સંગ્રહ પણ જોયો. હવે પોલીસની આ કાર્યવાહીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. પોલીસનો આ સુંદર હાવભાવ દરેકને ખૂબ જ આકર્ષક છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –