કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જેલોના કેદીઓને મળી મોટી રાહત, સજામાં આટલા દિવસનો કરાશે ઘટાડો, જાણો તમામ વિગતો

|

Aug 30, 2021 | 9:22 PM

આ રાજ્યમાં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સિવાયના જેલોમાં દોષિત કેદીઓની આટલા દિવસની કેદ માફ કરવામાં આવશે.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જેલોના કેદીઓને મળી મોટી રાહત, સજામાં આટલા દિવસનો કરાશે ઘટાડો, જાણો તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સોમવારે કહ્યું કે, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સિવાય રાજ્યની જેલોમાં દોષિત કેદીઓની 30 દિવસની કેદ માફ કરવામાં આવશે. આજે શ્રી કૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ભોપાલ સેન્ટ્રલ જેલમાં કૃષ્ણ-કન્હૈયાને પ્રાર્થના કર્યા બાદ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, “રાજ્યની જેલોમાં દોષિત કેદીઓની 30 દિવસની સજા માફ કરવામાં આવશે. આ તે કેદીઓને લાગુ પડશે જેમને બળાત્કાર જેવા ગંભીર ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

તેમણે કહ્યું કે, હવે દર વર્ષે શ્રી કૃષ્ણની જન્મજયંતી નિમિત્તે જેલોમાં ફળો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે, ભોપાલ સેન્ટ્રલ જેલમાં કેન્ટીન પણ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

2 વર્ષ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કેદીઓને છોડવાનો નિર્ણય કરાયો હતો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2 વર્ષ પહેલા ગુજરાતમાં પણ આવો નિર્ણય લેવાયો હતો. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 125, 304 અને 326ના ગુનામાં સજા કાપી રહેલા 24 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સજા ભોગવી રહેલા કેદીઓમાં 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને સજાનો અડધો સમય પુરો કરી ચૂકેલા તેવા કેદીઓની સજા માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: UPSC EPFO Exam 2021: UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, જુઓ તમામ વિગતો

યુપી પોલીસના એન્કાઉન્ટરમાં 50 હજારનો ઈનામી મુકેશ ઠાકુર માર્યો ગયો

ઉત્તર પ્રદેશમાં પોલીસ (UP Police) સતત બદમાશો પર કડક કાર્યવાહિ કરી રહી છે. આ અંતર્ગત આગ્રામાં 50 હજારના ઇનામી મુકેશ ઠાકુર (Mukesh Thakur Encounter) અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું જેમાં ગુનેગાર માર્યો ગયો છે. પોલીસે કરેલા ચેકિંગમાં મુકેશ ઠાકુરે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ મુકેશ ઠાકુર જવાબી ફાયરિંગમાં ઘાયલ થયો હતો જેને એસએન મેડિકલમાં મૃત જાહેર કરાયા હતા. તે જ સમયે, એન્કાઉન્ટરમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.

Published On - 9:20 pm, Mon, 30 August 21

Next Article