
Indian Army Soldier Video: દરેક ભારતીય બાળક અને યુવાનોનું સપનું છે કે તેઓ ભારતીય સેનામાં જોડાય અને દેશની સેવા કરે અને પ્રતિષ્ઠિત આર્મી યુનિફોર્મ પહેરવાની તક મળે. આ સ્વતંત્રતા દિન પર એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, એક પરિવાર ભારતીય સેનામાં સૈનિક તરીકે પરત ફરેલા યુવકનું ભવ્ય સ્વાગત કરે છે. શૌર્ય ચક્ર (નિવૃત્ત) મેજર પવન કુમાર દ્વારા X પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો પંજાબનો છે.
આ પણ વાંચો : Cloud burst video : વાદળો કેમ અને કેવી રીતે ફાટે છે ? જાણો સમગ્ર બાબત આ એક વીડિયો દ્વારા
રિટાયર્ડ મેજરે કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું હતું કે, “ભારતીય સેનાનો સૈનિક બનવા પર ગામવાસીઓ, સ્વજનો અને આ યુવાન પુત્રનું ગૌરવ જુઓ. નામ,નમક, નિશાન: જેના માટે તે છેલ્લા શ્વાસ સુધી લડશે.” કોઇ પણ રાષ્ટ્ર ક્યારેય અસફળ નહીં થાય જો તે રાષ્ટ્રના સૌનિકને દેશની રક્ષા માટે પ્રેરીત કરવામાં આવે.”
See the pride in the villagers, relatives and in this young son of the soil in having become a soldier of the Indian Army. Naam, Namak, Nishaan: for which he will fight to the last is so evident Can a nation ever fail if we have motivated soldiers like this to defend us ?… pic.twitter.com/MiTGhIlQGU
— Major Pawan Kumar, Shaurya Chakra (Retd) 🇮🇳 (@major_pawan) August 15, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારે તેમના પુત્રના પરત ફરવા માટે સરળ છતાં હૃદયસ્પર્શી તૈયારીઓ કરી હતી, જે હવે ભારતીય સેનામાં સૈનિક છે. વીડિયોમાં શેરડીના ખેતરના કિનારે એક કાર રોકાતી જોઈ શકાય છે. જે બાદ એક ભારતીય સૈનિક કારમાંથી બહાર નીકળે છે. આ દરમિયાન પરિવારના સભ્યો તેમને રિસીવ કરવા માટે ત્યાં પહોંચે છે અને તેમને આવકારવા માટે બિછાવેલી રેડ કાર્પેટની શરૂઆતમાં રોકવા માટે કહે છે.જવાને જોયું કે તેના પરિવારે ઘરના પ્રવેશદ્વાર પર લાલ રંગની જાજમ પાથરી હતી. સૈનિકના ચહેરા પર સ્મિત છે અને તે કાર્પેટ પાસે ઉભો છે.
આર્મી સ્ટાઈલમાં કૂચ કરે છે અને પોતાના પરિવાર સુધી પહોંચે છે. તેની પાસે પહોંચ્યા પછી, તે તેની દાદીના પગે લાગી આશિર્વાદ લે છે. આ પછી તે તેમને ગળે લગાવે છે. તેમના દાદાએ પણ તેમનું અભિવાદન કર્યું અને સ્વાગત કર્યું, જેના માટે તેઓ વાહેગુરુજીનો આભાર માને છે. આ પછી, પરિવારના તમામ સભ્યો યુવક પર ફૂલ વરસાવે છે. પરિવારના અન્ય સભ્યો તેમને તેમની વચ્ચે મેળવીને ખૂબ જ ખુશ થાય છે અને દરેક વ્યક્તિ તેમની સિદ્ધિ માટે તેમને અભિનંદન અને આશીર્વાદ આપે છે.