OMG! વિશ્વનો પ્રથમ પુરુષ કે જેણે ફિટ કરાવ્યુ અન્ય પુરુષનું ‘પ્રાઈવેટ પાર્ટ’, વર્ષો બાદ ‘આનંદ’ માણ્યાનો દુનિયા સમક્ષ શેર કર્યો અનુભવ

World’s First Penis Transplant સર્જરી કરતાં ડોક્ટરે કહ્યું કે ઓપરેશન દ્વારા પ્રાઈવેટ પાર્ટ લગાવવાની ઘટના બાદ ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો છે અને લોકો પોતાના પ્રાઈવેટ પાર્ટનું દાન કરવા ઈચ્છે છે

OMG! વિશ્વનો પ્રથમ પુરુષ કે જેણે ફિટ કરાવ્યુ અન્ય પુરુષનું પ્રાઈવેટ પાર્ટ, વર્ષો બાદ આનંદ માણ્યાનો દુનિયા સમક્ષ શેર કર્યો અનુભવ
પ્રતિકાત્મક ફોટો
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:55 PM

હાલના સમયમાં મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. પહેલાના જમાનામાં નાની-નાની બીમારીઓ પણ ઘણી મોટી લાગતી હતી. પરંતુ હવે તો ગમે તેવા મોટા દર્દોનું પણ ઝડપથી અને સચોટ નિદાન થઈ જાય છે . સોશિયલ મીડિયા પર સાઉથ આફ્રિકા (South Africa) માં રહેતા આવા એક વ્યક્તિની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિ તેની બેદરકારીને કારણે નપુંસક બની ગયો હતો. આ પછી ડૉક્ટરોની ટીમે મૃત વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ (ગુપ્તાંગ)ને  આ વ્યક્તિના શરીર પર લગાવી લીધું (World’s First Penis Transplant), હવે આ વ્યક્તિએ દુનિયા સમક્ષ પોતાનો અનુભવ જાહેર કર્યો છે. ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો….

આ 21 વર્ષીય દર્દીની ઓળખ છુપાવવામાં આવી છે. પરંતુ તેની સારવાર કરનાર ડોક્ટરની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આ ડૉક્ટરને એક ખાસ નામથી ઓળખવા લાગ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા એક સ્થાનિક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આ કેસની વિગતો આપી હતી. આ સર્જરી કરતાં ડોક્ટરે કહ્યું કે ઓપરેશન દ્વારા પ્રાઈવેટ પાર્ટ લગાવવાની ઘટના બાદ ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો છે અને લોકો પોતાના પ્રાઈવેટ પાર્ટનું દાન કરવા ઈચ્છે છે. આવા ઘણા લોકોએ ડોક્ટરનો સંપર્ક પણ કર્યો છે.

ડોક્ટરે 11મી ડિસેમ્બર 2014ના રોજ પ્રાઈવેટ પાર્ટને જોડવા માટે સર્જરી કરી હતી. જેમાં જે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ કામ કરતું બંધ થઈ ગયું હતું તેને કાપીને અલગ કરી દેવામાં આવ્યો હતો. આ પછી, હોસ્પિટલના એક મૃત શરીરના પ્રાઇવેટ પાર્ટને કાપીને તેને સર્જરી દ્વારા વ્યક્તિના શરીર સાથે જોડી દેવામાં આવ્યું. બાદમાં, દર્દીની જાંઘમાંથી ચામડી કાઢીને પ્રાઈવેટ પાર્ટ સાથે જોડી દેવામાં આવી જેથી તે કુદરતી દેખાય.

ડોક્ટરે જણાવ્યું કે સર્જરી બાદ તેનો પ્રાઈવેટ પાર્ટ હવે સંપૂર્ણપણે નોર્મલ કામ કરી રહ્યું છે. 18 વર્ષના છોકરાના પ્રાઈવેટ પાર્ટનું નુકશાન તેના માટે કોઈ આઘાતથી ઓછું ન હતું. પરંતુ સર્જરી બાદ હવે તેનો પ્રાઈવેટ પાર્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તેનું જાતીય જીવન સારી રીતે ચાલી રહ્યું છે એટલું જ નહીં, તેના અંગમાં કુદરતી રીતે વીર્ય પણ ઉત્પન્ન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં પુરુષોમાં નપુંસકતાના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો: વસીમ રિઝવી બાદ ફિલ્મ નિર્માતા અલી અકબરે છોડ્યો ઇસ્લામ … જાણો શું છે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા

આ પણ વાંચો: PM Modi in Varanasi : દશાશ્વમેધ સહિત 84 ઘાટ દીવાઓથી પ્રગટ્યા, PM મોદીએ ક્રુઝ પર ‘ગંગા આરતી’ નિહાળી