Fact Check: પાકિસ્તાનના મુસ્લિમોનો જૂનો વીડિયો થયો વાયરલ, રણપ્રદેશમાંથી ઉખાડી નાખ્યા ઝાડ, શું ઈસ્લામમાં નથી વૃક્ષો રોપવાની પરવાનગી?

|

Jun 12, 2022 | 10:51 PM

Viral Video: હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘણા બધા લોકો નવા વાવેલા વૃક્ષોને જડમૂળથી ઉખેડી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે "વૃક્ષો રોપવા ઇસ્લામ વિરુદ્ધ છે".

Fact Check: પાકિસ્તાનના મુસ્લિમોનો જૂનો વીડિયો થયો વાયરલ, રણપ્રદેશમાંથી ઉખાડી નાખ્યા ઝાડ, શું ઈસ્લામમાં નથી વૃક્ષો રોપવાની પરવાનગી?
Viral video
Image Credit source: twwiter

Follow us on

સોશ્યિલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે, કેટલાક આપણને ભાવુક કરે છે અને કેટલાક આપણને વિચારવા મજબૂર કરે છે કે ખરેખર આવુ હોય છે. હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ ( Pakistan Viral Video) થયો છે. જેને લઈને કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે. જે હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાકિસ્તાન આમ તો કેટલીક ઘટનાઓને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. જેમકે તેના આંતકવાદી હુમલાઓ, તેમના ગધેડાઓની સંખ્યા, તેમના નેતાઓના વિચિત્ર અને મૂર્ખામણી ભરેલા નિવેદનો, તેમના ક્રિકેટરો અને તેમના પ્રધાનમંત્રીઓ કોઈને કોઈને વાતે વિવાદોમાં આવતુ રહે છે. હાલમાં જે વીડિયો વાયરલ થયો છે, તેમાં કરવામાં આવતા દાવાઓએ વિવાદ ઊભો કર્યો છે. ચાલો જાણીએ શું છે આખી હકીકત.

આ વીડિયોમાં પાકિસ્તાનના કેટલાક મુસ્લિમ લોકોનું ટોળુ રણપ્રદેશમાં રોપેલા અનેક છોડ અને ઝાડને ઉખાડીને ફેંકી રહ્યા છે. આ વાયરલ વીડિયોને લઈને સોશ્યિલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “વૃક્ષો રોપવા ઇસ્લામ વિરુદ્ધ છે”.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે  કેટલાક મુસ્લિમ લોકોનું ટોળુ રણપ્રદેશમાં રોપેલા અનેક છોડ અને ઝાડને ઉખાડીને ફેંકી રહ્યા છે. ટ્વિટર પર શેયર થયેલા આ વીડિયો સાથે લખવામાં આવ્યુ છે કે ઈમરાન ખાને પ્રધાનમંત્રી મોદીના વૃક્ષો રોપવાના અભિયાનની કોપી કરી અને તેમના જ લોકોએ છોડ ઉખાડી ફેંકયા. દાવો કરવામાં આવી રહ્યો છે કે “વૃક્ષો રોપવા ઇસ્લામ વિરુદ્ધ છે”.

ટીવી 9 ફેક્ટ ચેક

જ્યારે ટીવી9એ વાયરલ વીડિયો અંગે તપાસ કરી તો નીચે મુજબની હકીકત જાણવા મળી

  1. આ વીડિયો હંમણાનો નથી. આ વીડિયો વર્ષ 2020નો છે.
  2. હા, આ વીડિયો પાકિસ્તાનનો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને 9 ઓગસ્ટના રોજ દેશનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં એક જ દિવસમાં રેકોર્ડ 3.5 મિલિયન રોપાઓ વાવવામાં આવ્યા હતા.
  3. આ વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે કે – વૃક્ષો રોપવા ઇસ્લામ વિરુદ્ધ છે, એટલે મુસ્લિમોનું ટોળુ આ કરી રહ્યા છે. તે દાવો ખોટો છે. કોઈપણ ધર્મ વૃક્ષો રોપવાના વિરોદ્ધમાં નથી.
  4. લોકોનું ટોળુ છોડવાઓ એટલા માટે ઉખાડી રહ્યા છે કારણ કે તે એક વિવાદીત જમીન છે. આ પ્રદેશની 50 એકર જમીન માલિકીના મુદ્દે વિવાદમાં છે અને તેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેના પર ઈમરાન સરકારે વૃક્ષો રોપવાના અભિયાન કર્યુ હતુ. તેથી લોકોએ ત્યાંથી છોડવા ઉખાડી ફેંકયા.
Next Article