હેલ્મેટના વિરોધમાં તપેલી પહેરીને નીકળ્યા કાકા ! કહ્યું થાય ઈ કરી લ્યો પણ હેલ્મેટ તો નહીં પહેરુ, જુઓ-VIDEO

પોલીસે ફરજિયાત હેલ્મેટ અમલવારી શરૂ કરી છે જે હવે હેલમેટ નહીં પહેરો તો દંડ ચુકવવો પડશે. જોકે પોલીસના આ અભિયાનની વિરુદ્ધમાં રાજકોના જ એક વ્યક્તિ વિરોધ કરી રહ્યા છે. તે વ્યક્તિ હેલ્મેટના વિરોધમાં તપેલી પહેરીને બહાર નીકળ્યા છે.

| Edited By: | Updated on: Sep 08, 2025 | 3:13 PM

રાજકોટમાં પોલીસે ફરજિયાત હેલ્મેટ અમલવારી શરૂ કરી છે, જે હવે હેલમેટ નહીં પહેરો તો દંડ ચુકવવો પડશે. જોકે પોલીસના આ અભિયાનની વિરુદ્ધમાં રાજકોટના જ એક કાકા મેદાને ઉતરી આવ્યા છે. બુખારી બાપુ નામના કાકા હેલ્મેટ પહેરવાનો વિરોધ કરી રહ્યા છે અને હેલ્મેટના વિરોધમાં પોતે તપેલી પહેરીને બહાર નીકળ્યા છે.

રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં તપેલી પહેરી

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગે હેલ્મેટ ડ્રાઈવનો કડક અમલ શરૂ કર્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. જો કે પોલીસની આ હેલ્મેટ ડ્રાઇવને પ્રજાનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણા ટુ વ્હીલર ચાલકો ઘરેથી હેલ્મેટ પહેરી નીકળ્યા હતા. તો કેટલાક લોકો કડક પગલા છત્તા હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. જોકે આ બધાની વચ્ચે એક વૃદ્ધ આ હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.

જેેલમાં મોકલી દો પણ હેલ્મેટ નહીં પહેરું

જી હા, તમને જાણીને નવાઈ લાગશે પણ આ કાકાનુ કહેવું છે હેલમેટ પહેરીએ તો પણ મૃત્યું નહિ થાય તેની ગેરંટી શું છે. તેમજ જો પોલીસ મને તિહાડ જેલ,સાબરમતી જેલમાં મોકલી આપે તો પણ હું હેલમેટ નહિ પહેરુ તેમ જણાવી રહ્યા છે. હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં માંથાના ભાગે ઈજા થતા બચે છે આથી સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ પહેરવામાં આવે છે. પણ બુખારી બાપુ નામના વૃધ્ધે હેલ્મેટ પહેરવાનો જ ઈનકાર કરી દીધો છે.

આ કાકા કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરવાથી પણ મૃત્યુ થઈ શકે છે અને જો હેલ્મેટ ના પહેરવા પર પોલીસ મને જે પણ સજા કરશે તો તે માટે હું તૈયાર છું. જો પોલીસ મને તિહાડ કે સાબરમતી જેલમાં મોકલવા માંગે તો પણ હું જઈશ પણ હેલ્મેટ તો નહીં જ પહેરું.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.