દરેક વ્યક્તિની અંદર કઇંક ને કઇંક પ્રતિભા જોવા મળે છે. પ્રતિભા બતાવવા માટે કોઈ વય મર્યાદા નથી હોતી. ઘણી વખત સોશિયલ મીડિયામાં એવા વીડિયો વાયરલ થાય છે. કોને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ માણસ વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે તેમજ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો હિમાંશી કુકરેજાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ માણસ નવી દિલ્હીના કનોટ પ્લેસ (Connaught Place area in New Delhi) વિસ્તારમાં બેસીને વાંસળી વગાડી રહ્યો છે અને કોઇક વ્યક્તિએ ત્યાં તેમનો વીડિયો શૂટ કર્યો છે. આ વીડિયો જોયા અને સાંભળ્યા બાદ તમે પણ વૃદ્ધ વ્યક્તિના દિવાના બની જશો. આ વીડિયો દરેકનું દિલ જીતી રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકાય છે કે હિમાંશી તે વ્યક્તિ પાસે જાય છે. વૃદ્ધની બાજુમાં એક બોર્ડ પણ જોઇ શકાય છે. જેમાં લખ્યું છે કે, ‘હું સંગીતની મદદથી ફક્ત તમારા આત્માને સ્પર્શ કરવા માંગુ છું.’
આ વીડિયો શેર કરતા હિમાંશીએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ વૃદ્ધ માણસ સીપીના ઇનર સર્કલમાં બેસીને પોતાના અને પરિવાર માટે રોટલી કમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે વગાડેલી વાંસળી એટલી હળવી અને શાંત હતી કે હું તેને સાંભળવા માટે ઉભી રહી ગઇ અને તેણે વગાડેલા સંગીતનો આનંદ માણ્યો. તેના પ્લેકાર્ડમાં લખેલું છે કે તે આપણા આત્માને સ્પર્શવા માટે સંગીત વગાડે છે અને આવું જ થયું. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે CP માં આવતા લોકો તે સ્થળની આસપાસના લોકોને મદદ કરે.
આ વીડિયો પર અત્યાર સુધી હજારો લાઈક્સ આવી ચુકી છે, સાથે સાથે ઘણી બધી કોમેન્ટ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું – વાસ્તવિક પ્રતિભાને આગળ વધારવી જોઇએ. બીજાએ લખ્યું – ખૂબ સુંદર સંગીત. આ સિવાય, અન્ય વપરાશકર્તાઓ ઇમોટિકોન્સ શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –