માત્ર બેંગ્લોરમાં જ નહીં આ જુગાડ દેશના દરેક ખુણામાં ખત્મ કરી દેશે પાણીની સમસ્યા, ટેલેન્ટ જોઈને ઈમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા, જુઓ વીડિયો

દેશના આઈટી હબ માનવામાં આવતા બેંગલુરૂની હાલત આ સમયે આવી જ છે કે ત્યાં કરોડોના ફલેટમાં રહેનારા લોકોને મુંબઈની ચાલીની જેમ ડોલમાં ભરીને પાણી લઈ જવુ પડે છે. ત્યારે લોકો પાણી બચાવવા માટે અલગ અલગ જુગાડ અપનાવી રહ્યા છે.

માત્ર બેંગ્લોરમાં જ નહીં આ જુગાડ દેશના દરેક ખુણામાં ખત્મ કરી દેશે પાણીની સમસ્યા, ટેલેન્ટ જોઈને ઈમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા, જુઓ વીડિયો
| Updated on: Mar 16, 2024 | 10:27 PM

ઈન્ટરનેટની દુનિયામાં બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પોતાના ગજબના સોશિયલ મીડિયા પોસ્ટ માટે ખુબ જ જાણીતા છે. હા, તેમના દ્વારા સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવેલી પોસ્ટને વાયરલ થવામાં સમય લાગતો નથી. તે ક્યારેક મજેદાર વીડિયો શેયર કરે છે તો ક્યારેક કોઈ શીખ આપે તેવો વીડિયો પોસ્ટ કરે છે. જો કે ઘણી વખત તે અતરંગી જુગાડ વાળા વીડિયો પણ શેયર કરે છે. તાજેત્તરમાં જ એક આવો જ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ખુબ જ ઈર્ન્ફોમેટિવ છે.

દેશના આઈટી હબ માનવામાં આવતા બેંગલુરૂની હાલત આ સમયે આવી જ છે કે ત્યાં કરોડોના ફલેટમાં રહેનારા લોકોને મુંબઈની ચાલીની જેમ ડોલમાં ભરીને પાણી લઈ જવુ પડે છે. ત્યારે લોકો પાણી બચાવવા માટે અલગ અલગ જુગાડ અપનાવી રહ્યા છે. હવે સામે આવેલા આ વીડિયોને જ જોઈ લો, જ્યાં એક વ્યક્તિએ ઘરની બાકી જરૂરિયાત માટે પાણીનો એવો જુગાડ કર્યો છે. જેને જોઈની તમે દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એસીની પાઈપમાં એક નાની પાઈપ લગાવીને તેને સ્ટોર કરવામાં આવી રહ્યું છે, જેથી આ પાણીનો ઉપયોગ કરી શકાય. આ આઈડિયા ખુબ જ સરસ છે, જેને દરેક ઘરમાં અપનાવીને નાના-મોટી જરૂરિયાતોને પુરી કરી શકાય છે. બેંગ્લોરની સ્થિતિ જોઈને આ આઈડિયા ખરેખર દરેક ઘરમાં અપનાવી શકાય છે અને એસીના પાણીને બરબાદ કરવાથી બચાવી શકાય છે.

આ ક્લિપને એક્સ પર શેયર કરતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ લખ્યું કે સમગ્ર દેશમાં જે લોકો એસીનો ઉપયોગ કરે છે, તેઓએ આવા પ્રમાણભૂત સાધનો બનાવવાની જરૂર છે કારણ કે જળ એ જ જીવન છે અને તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાની જરૂર છે.’ હજારો લોકોએ આ ક્લિપ જોઈ છે અને દરેક વ્યક્તિ ટિપ્પણી કરીને વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે.