Viral: પત્તાના મહેલની જેમ કડડ ભુસ થયું ટ્વીન ટાવર તો ટ્વિટર પર ઉઠ્યું Memesનું પૂર

|

Aug 28, 2022 | 4:07 PM

આ ઇમારતોને તોડી પાડવા માટે લગભગ 3,700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ પહેલા જ કહી દીધું હતું કે ટ્વિન ટાવર તૂટી પડવાથી નીકળતી ધૂળ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડશે.

Viral: પત્તાના મહેલની જેમ કડડ ભુસ થયું ટ્વીન ટાવર તો ટ્વિટર પર ઉઠ્યું Memesનું પૂર
Noida Twin Tower-Demolition
Image Credit source: Twitter

Follow us on

આખરે નોઈડાનું ટ્વીન ટાવર (Twin Tower) ધરાશાયી થઈ ગયુ છે. તેને થોડીક સેકન્ડ લાગી અને નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત સુપરટેકના ટ્વીન ટાવર માટીમાં મળી ગયા. ટાવર ધરાશાયી થતાં જ ચારેબાજુ માત્ર ધુમાડો જ દેખાતો હતો. નોઈડા એક્સપ્રેસ વે પર ધૂળની જાડી ચાદર પાથરી દેવામાં આવી હતી. જો કે બ્લાસ્ટ પહેલા સાયરન વગાડતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્વીન ટાવર પળવારમાં કેવી રીતે તૂટી પડ્યા તે સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral)થઈ રહ્યા છે, જે તમારા રૂવાડા ઉભા કરી દેશે.

અહેવાલો અનુસાર, આ ઇમારતોને તોડી પાડવા માટે લગભગ 3,700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ પહેલા જ કહી દીધું હતું કે ટ્વિન ટાવર તૂટી પડવાથી નીકળતી ધૂળ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડશે. પહેલા જુઓ આ વીડિયો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિષ્ણાતોના મતે દિલ્હી-એનસીઆર પહેલેથી જ પ્રદૂષિત શહેર છે, આવી સ્થિતિમાં આ ટ્વિન ટાવરમાંથી નીકળતી ધૂળ લોકોને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને કફની સમસ્યા પેદા કરી શકે છે. અત્યારે તો ટ્વિટર પર આને લગતા મીમ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો વિવિધ પ્રકારના ફની મીમ્સ શેયર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો અમુક પસંદગીના ટ્વીટ્સ પર એક નજર કરીએ.

Published On - 4:06 pm, Sun, 28 August 22

Next Article