જામનગરના આ બાળકનો વીડિયો જોઈને નક્કી કરવું મુશ્કેલ થઈ જશે કે અસલી બ્રુસ્લી કોણ ! નાનચાકુનો ઓ સ્ટન્ટ જુઓ

આજકાલ એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે જેમાં નવ વર્ષનો એક બાળક બ્રુસ્લી (Bruce Lee) જેવા ગજબ સ્ટંટ કરે છે. મળતી માહિતી અનુસાર આ બાળક જામનગરમાં રહે છે અને તેનું નામ અર્નવ સાદરીયા છે.

જામનગરના આ બાળકનો વીડિયો જોઈને નક્કી કરવું મુશ્કેલ થઈ જશે કે અસલી બ્રુસ્લી કોણ ! નાનચાકુનો ઓ સ્ટન્ટ જુઓ
Nine year old boy Video
Image Credit source: TV9
| Edited By: | Updated on: Aug 10, 2022 | 2:22 PM

સોશિયલ મીડિયા (Social Media)પર બાળકોને લઈ અવાર-નવાર વીડિયો વાયરલ થતા હોય છે જેમાં બાળકો એવા કરતબ કરતા હોય છે જે જોઈને લોકો દંગ રહી જતા હોય છે. ક્યારેક તો આ બાળકો એટલા અઘરા કરતબ કરે છે જે કરવા બધા માટે સહેલું નથી હોતું. ત્યારે આજકાલ એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે જેમાં નવ વર્ષનો એક બાળક બ્રુસ્લી જેવા સ્ટંટ કરે છે. મળતી માહિતી અનુસાર આ બાળક જામનગરમાં રહે છે અને તેનું નામ અર્નવ સાદરીયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકના હાથમાં નાનચાકુ (Nunchaku)છે. અને પાછળ ટીવીમાં બ્રુસ્લીની કોઈ ફિલ્મ ચાલી રહી છે. ત્યારે ખાસવાત એ છે કે જે રીતે ટીવીમાં બ્રુસ્લી નાનચાકુ ફેરવે છે તેવી જ રીતે બાળક પણ કરે છે. બાળક જે સ્પીડથી તે ફેરવે છે તે કરવું ખુબ અઘરુ છે અને તેના માટે ઘણી પ્રેક્ટીસની પણ જરૂર રહે છે.

વીડિયોમાં આગળ તમે જોશો કે જે પ્રકારે ટીવીમાં બ્રુસ્લી ફાઈટ સીન પર એક્શન કરે છે બાળક પણ તેવી જ રીતે એક્શન કરે છે અને તેમાં એક સેકન્ડનો પણ ફરક રહેતો નથી. ત્યારે જોતા જ એવું લાગે છે કે બાળકએ આ માટે સખત મહેનત કરી હશે. ત્યારે આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે આટલી નાની ઉંમરે આ બાળક કેટલું અદ્ભૂત નાનચાકુ ફેરવે છે. ચાલો પહેલા જોઈએ આ વીડિયો.

મળતી માહિતી અનુસાર આ બાળક જામનગરમાં રહે છે જેનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે બાળકનું આ ટેલેન્ટ જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. આપને જણાવી દઈએ કે આ બાળકની ઉંમર માત્ર નવ વર્ષ છે. જ્યારે બ્રુસ્લી જેવા સ્ટંટ આટલી નાની ઉંમરમાં કરવા એ ઘણી મોટી વાત કહેવાય.

Published On - 2:17 pm, Wed, 10 August 22