સોશિયલ મીડિયા (Social Media) પર ઘણું બધું જોવા જેવું હોય છે. ઘણી વાર કંઈક એવું બને છે જે લોકોના દિલમાં સ્થાન બનાવી જાય છે. હવે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે દરેકને પસંદ આવી રહી છે.
તસવીર જોઈને તમારા બધાને ચોક્કસપણે થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ ફોટામાં આરોગ્ય કર્મચારી નવજાત બાળકને પોલિયોનો ડોઝ આપી રહી છે. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આરોગ્ય કર્મચારીની પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ભારતમાં આજે પણ પોલિયોના ટીપાંની જરૂર છે.
આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ તો આજે પણ આરોગ્ય કર્મચારીઓ ભારતને પોલિયો મુક્ત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તમામ સંજોગો સામે લડતા, તેઓ જીંદગીના બે ટીપાં એટલે કે પોલિયો ડોઝ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ તસવીર પશ્ચિમ બંગાળના સુંદરબનની છે, જ્યાં કામદારો પુરની સ્થિતિમાં પણ બાળકોને પોલિયો ડોઝ અપાવવા પહોંચી રહ્યા છે. આ ચિત્રમાં તમે એક વાસણમાં નવજાત શિશુને જોઈ શકો છો.
Pulse polio immunisation at Sunderbans, delta of Ganges. Amazing HCW working tirelessly in waterlogged zones. pic.twitter.com/2SK4ABlg9p
— Yogiraj Ray (@IddocYogiraj) September 26, 2021
હવે આ તસવીર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જોવા મળી છે. તસવીર દિલ્હી એમ્સના ડોક્ટર યોગીરાજ રાય @IddocYogiraj દ્વારા શેર કરવામાં આવી છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘ગંગાના ડેલ્ટા સુંદરવનમાં પલ્સ પોલિયો રસીકરણ. જળભરાવના ક્ષેત્રોમાં પણ હેલ્થ વર્કર અથાક મહેનત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, ટ્વિટર યુઝર @skbadiruddin ના જણાવ્યા મુજબ, આ તસવીર રવિવારે સિંઘેશ્વર ગામમાં લેવામાં આવી હતી. માતા પૂરના પાણીમાં ચાલી શકતી ન હતી. આવી સ્થિતિમાં, નવજાત બાળકને પોલિયો પીવડાવવા માટે, પિતા પુરના પાણીમાં એક મોટા વાસણમાં બાળકને લઇને પહોંચ્યા.
ફોટોમાં જોઈ શકાય છે કે એક બાળક વાસણમાં છે અને તેની ચારે બાજુ પાણી ભરાયેલું છે. તસવીરમાં તેના પિતા પણ બાળકને પકડીને ઉભા. તસવીરમાં, આરોગ્ય કાર્યકર બાળકને પોલિયોનો ડોઝ આપી રહ્યો છે અને તેની આંગળી પર ચિન્હ બનાવી રહ્યો છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –