Funny Video : નાગાલેન્ડના ‘નાની આંખોવાળા’ મંત્રીનો વધુ એક Viral Video, દિલ્હીની પ્રથમ મુલાકાતની રમૂજી વાત કરી શેર

|

Jul 14, 2022 | 7:20 AM

નાગાલેન્ડના (Nagaland) ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી તેમ્જેન ઇમના અલંગનો (Temjen Imna Along) વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે વર્ષો પહેલા તેની દિલ્હી મુલાકાત સાથે જોડાયેલી વાર્તા શેર કરી છે, જે ખૂબ જ મજેદાર છે.

Funny Video : નાગાલેન્ડના નાની આંખોવાળા મંત્રીનો વધુ એક Viral Video, દિલ્હીની પ્રથમ મુલાકાતની રમૂજી વાત કરી શેર
nagaland minister temjen imna along funny video

Follow us on

નાગાલેન્ડના (Nagaland) ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી તેમ્જેન ઇમના અલંગ (Temjen Imna Along) આ દિવસોમાં ચર્ચામાં છે. તે તેની ‘નાની આંખો’ વાળી કમેન્ટ માટે સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને તેણે પોતે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે વર્ષો પહેલા તેની દિલ્લી ટ્રિપ સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી છે, જે ખૂબ જ ફની (Funny Video) છે. તેમને વર્ષ 1999માં તેમની પહેલી દિલ્લી મુલાકાત યાદ છે. એક કાર્યક્રમમાં બોલતા, તેઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના લોકોમાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નાગાલેન્ડ વિશેની ઘણી ગેરસમજો વિશે વાત કરતા જોવા મળે છે.

જૂઓ આ સુંદર મજાનો વીડિયો….

તેણે કહ્યું, ‘જ્યારે હું 1999માં પહેલીવાર દિલ્હી આવ્યો હતો અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો ત્યારે ત્યાં લોકોની સંખ્યા જોઈને હું ચોંકી ગયો હતો. આ સંખ્યા નાગાલેન્ડની સમગ્ર વસ્તી કરતા વધુ હતી. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નાગાલેન્ડ ક્યાં છે તે દિલ્હીના મોટાભાગના લોકોને ખબર પણ ન હતી. તેઓ મને પૂછતા હતા, ‘શું નાગાલેન્ડ જવા માટે વિઝાની જરૂર છે?’

આ દરમિયાન મંત્રી તેમ્જેન ઇમનાએ પણ યાદ કર્યું કે, તેમને એક અફવા વિશે ખબર પડી કે નાગાલેન્ડના લોકો માણસોને ખાય છે. તેણે મજાકમાં કહ્યું કે ‘મારી હાજરીથી જ લોકોની શંકા વધુ મજબૂત થઈ છે’. પોતાના ટ્વિટર પર વીડિયો શેર કરતાં તેણે હિન્દીમાં લખ્યું, ‘1999ની ઔર એક બાતેં…’.

માત્ર 46 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખ 94 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 65 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

એક યુઝરે લખ્યું, ‘તમને સાંભળવું હંમેશા રસપ્રદ હોય છે’, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘અમે માનતા હતા કે નાગાલેન્ડ અને પૂર્વોત્તરના લોકોની ભાષા ઉત્તર ભારતીયો કરતા અલગ હશે, પરંતુ જ્યારે તેમ્જેન ઈમ્નાજીએ તેમનું સંબોધન સાંભળ્યા પછી, હવે એ માન્યતા વધુ પ્રબળ બની છે કે કોહિમાથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારત એક છે. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે વિવિધ પ્રકારની ફની કોમેન્ટ્સ કરી છે.

Next Article