Video: પહેલીવાર જોવા મળી ઈશા અંબાણીની દીકરીની ઝલક, મુકેશ અંબાણી સાથેનો ક્યૂટ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- એકદમ મમ્મીની કાર્બન કોપી

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પહેલીવાર ઈશા અંબાણીની દીકરીની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં તે નાના મુકેશ અંબાણીના ખોળામાં જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.

Video: પહેલીવાર જોવા મળી ઈશા અંબાણીની દીકરીની ઝલક, મુકેશ અંબાણી સાથેનો ક્યૂટ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- એકદમ મમ્મીની કાર્બન કોપી
Isha Ambani daughter
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:29 PM

અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઉદ્યોગપતિ આકાશ અંબાણી(Isha Ambani daughter) અને તેની પત્ની શ્લોકા મહેતાએ તેમની પુત્રીનું સ્વાગત કર્યું છે, જેના કારણે તે સમાચારમાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પહેલીવાર ઈશા અંબાણીની દીકરીની ઝલક જોવા મળી રહી છે.વીડિયોમાં તે નાના મુકેશ અંબાણીના ખોળામાં જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.

પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં ઈશા અંબાણી પિતા મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીનું સ્વાગત કરવા જોવા મળે છે. વીડિયોમાં ઈશા અંબાણીની દીકરી બિઝનેસમેન મુકેશ અંબાણીના ખોળામાં ક્યૂટ ડ્રેસ અને હેરબેન્ડ પહેરેલી જોવા મળે છે. જ્યારે ઈશા પોતાની દીકરીના ડ્રેસને ઠીક કરવામાં વ્યસ્ત જોવા મળે છે.

આ પણ વાંચો : Breaking News: આગામી ત્રણ કલાક આ જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

તમને જણાવી દઈએ કે, ઈશા અંબાણીએ વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ 19 નવેમ્બર, 2022ના રોજ આ કપલે ટ્વિન્સનું સ્વાગત કર્યું હતું, જેનું ભારત પહોંચવા પર ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો