
કહેવાય છે કે, ‘માઁ’ શબ્દમાં જ આખી દુનિયાનો પ્રેમ અને સુરક્ષા સમાયેલી હોય છે. એવામાં જ્યારે વાત પોતાના બાળકની સુરક્ષા પર આવે છે, ત્યારે એક ‘માઁ’ માત્ર દરેક ડર સામે લડી જ નથી લેતી પરંતુ મોતના મુખમાંથી પણ પોતાના માસૂમ બાળકને ખેંચી લાવે છે.
સોશિયલ મીડિયા પર તમને આ પ્રકારના ઘણા કિસ્સા જોવા અને સાંભળવા મળી જશે. કઈંક આવો જ દિલને સ્પર્શી જનારો નજારો આજકાલ લોકો વચ્ચે છવાયેલો છે, જેને જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે.
વાયરલ થઈ રહેલા આ ભાવુક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક નાનું વાંદરાનું બચ્ચું અચાનક વીજળીના તાર પર ચાલ્યું જાય છે અને કરંટ લાગવાથી લટકી જાય છે. બચ્ચાને તડપતા અને જીવના જોખમમાં જોઈને છત પર બેઠેલી તેની માં એક પણ પળ બગાડ્યા વગર તરત એક્શનમાં આવે છે.
માઁ વીજળીના કરંટના જોખમની પરવા કર્યા વગર છતના કિનારેથી છલાંગ લગાવે છે અને ખૂબ જ સાવધાની સાથે બચ્ચાને તાર પરથી ખેંચીને સુરક્ષિત બચાવી લે છે. જો રેસ્ક્યુમાં એક સેકન્ડની પણ વાર લાગી હોત, તો માસૂમનો જીવ જતો રહ્યો હોત. રેસ્ક્યુ કર્યા પછીનો નજારો કોઈપણનું દિલ પીગળાવી શકે છે.
કરંટ અને ભયથી સહેમેલો માસૂમ પોતાની મમ્મીની છાતી સાથે વળગી જાય છે, જ્યારે માં તેને પંપાળતી અને શાંત કરાવતી નજરે પડે છે. વીડિયોમાં એ પણ જોઈ અને સાંભળી શકાય છે કે, આસપાસ હાજર લોકો અને બાળકો હોબાળો મચાવી રહ્યા હતા.
વીડિયો રેકોર્ડ કરતી મહિલા પોતાની વેદના વ્યક્ત કરે છે કે, લોકો ઘણીવાર આ મૂંગા જીવોને ડરાવે છે અને હેરાન કરે છે. બસ આ જ કારણે મૂંગા જીવો ગભરાઈ જાય છે અને ઇલેક્ટ્રિક વાયર જેવા જોખમો તરફ કૂદી પડે છે.
વીડિયો જોઈને તમે પણ જરૂર ભાવુક થઈ ગયા હશો. એક્સ (X) પર આ વીડિયોને Farooqui0M નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, માનવી હોય કે બેજુબાન પ્રાણી… માઁની મમતાની કોઈ સીમા હોતી નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, આ વીડિયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પ્રાણીઓ પ્રત્યે આપણે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે.
Published On - 8:51 pm, Mon, 26 October 26