
ઘણીવાર આપણને સોશિયલ મીડિયા પર કેટલાક સુંદર અને મનોરંજક વીડિયો જોવા મળે છે. જેમાં નાના બાળકના વીડિયો પણ મનમોહિત હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા છે. વીડિયોમાં એક બાળક તેની માતાના શબ્દો પર ક્યૂટ રિએક્શન આપતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video: સ્વીટ કોર્ન વેચતા શખ્સે એટલી મધુર ધૂન વગાડી, આનંદ મહિન્દ્રા પણ ખુદને વીડિયો શેર કરવાથી ન રોકી શક્યા
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળકોના સારા ભવિષ્ય માટે તેમની માતાઓ તેમને બળજબરીથી ઘરે ભણાવવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ બાળકોનું મન તોફાન અને રમતમાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં જ્યારે માતા વધુ કડક બને છે ત્યારે બાળકો રડવા લાગે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જેમા માતા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો પર બાળકે આપેલ પ્રતિક્રિયાઓ યુઝર્સના દિલ જીતી લીધા છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોને શુભમ ઉપાધ્યાય નામના વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે બાળક ભણતી વખતે રડવા લાગે છે ત્યારે માતા તેને કહે છે કે તારા જેવું બાળક અમે ક્યાં જોયુ નથી. આના પર બાળક ખૂબ જ દુઃખી થઈને રડવા લાગે છે અને ભોજપુરીમાં કહે છે કે ‘અરે બાપ રે કૈસી મા મિલી હૈ મુઝે’.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 72 હજારથી વધુ લાઈક્સ અને 12 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે, યુઝર્સ સતત તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમા લખ્યું, ‘તે બહુ સન્માન સાથે પોતાની ભાષામાં વાત કરી રહ્યો છે. શુદ્ધ ભોજપુરી. લવ યુ બેટા’. બીજા યુઝર્સે કોમેન્ટ કરી અને લખ્યું, ‘હે ભગવાન, આ કેટલું ક્યૂટ બાળક છે’.