અસલી વાનરવૃતિ કોને કહેવાય, આ વીડિયો જોઈ સમજાઈ જશે, જુઓ Viral Video

|

May 27, 2023 | 8:04 AM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તોફાની વાંદરો સાપ સાથે મસ્તી કરતો જોવા મળે છે. વાંદરાઓ સામાન્ય રીતે ખૂબ તોફાની હોય છે. જેઓ ઘણીવાર પોતાની હરકતોથી મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે.

અસલી વાનરવૃતિ કોને કહેવાય, આ વીડિયો જોઈ સમજાઈ જશે, જુઓ Viral Video
Monkey Viral Video

Follow us on

આપણે બધાએ આપણા વડીલો પાસેથી સાપ અને નોળીયાની વાર્તાઓ સાંભળી હશે. જેમાં ઘણીવાર સાપ અને નોળીયાની લડાઈમાં નોળીયા જે શરીરમાં ખૂબ નાના હોય છે તે પોતાના કરતા મોટા અને ઝેરીલા સાપનું કામ તમામ કરે છે. ત્યારે તેના સંબંધિત વીડિયો પણ ભૂતકાળમાં ખૂબ વાયરલ થતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તોફાની વાંદરો સાપ સાથે મસ્તી કરતો જોવા મળે છે.

આ પણ વાંચો: Karnataka Cabinet: કર્ણાટકમાં આજે સિદ્ધારમૈયા કેબિનેટનું વિસ્તરણ, આ 24 ધારાસભ્ય લેશે મંત્રી તરીકે શપથ, LIST

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વાંદરાઓ સામાન્ય રીતે ખૂબ તોફાની હોય છે. જેઓ ઘણીવાર પોતાની હરકતોથી મુશ્કેલીમાં મુકાતા જોવા મળે છે. દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં વાંદરાઓ ખોરાક મેળવવા માટે લોકોનો સામાન ચોરી કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં એક વાંદરો સાપ સાથે લડતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં એક વાંદરો સતત કોબ્રા સાપને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર shnoyakam નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો સતત એક ઝેરી કોબ્રાને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં વાંદરો કોબ્રાને તેની પૂંછડીથી વારંવાર ખેંચતો જોઈ શકાય છે. આ દરમિયાન ગુસ્સે થયેલો કોબ્રા પણ ફેણ ફેલાવતો જોવા મળે છે. વીડિયોને જોઈને અંદાજો લગાવી શકાય છે કે વાંદરો ખૂબ જ તોફાની છે, તેથી જ તે સાપ સાથે મસ્તી કરી પોતાની જીંદગી મુશ્કેલીમાં મુકી રહ્યો છે.

વીડિયોને 7 મિલિયન વ્યૂઝ મળ્યા છે

હાલમાં, આ વીડિયોએ સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 2 લાખ 51 હજારથી વધુ યુઝર્સ તેને લાઈક કરી ચૂક્યા છે અને તેને લગભગ 70 લાખ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ વીડિયો પર સતત કોમેન્ટ કરતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે કદાચ આ વાંદરાને ખબર નથી કે તે ખતરનાક ઝેરીલો સાપ છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આ વાંદરાને જોખમોનો ખેલાડી બનવાનો શોખ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article