Viral Video: સિગારેટ પી રહેલા વાનરનો ગજબ છે સ્વેગ, કોઈને પસંદ આવી સ્ટાઈલ તો કોઈએ ઠાલવ્યો રોષ

હાલ એક વાનરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, જેમાં તે મોજથી સિગારેટ પી રહ્યો છે. વાનરની સ્ટાઈલ પણ ગજબ છે. જોકે ઘણા લોકો આ વીડિયો પર પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પ્રાણીઓ સાથે આવુ ન કરવુ જોઈએ.

Viral Video: સિગારેટ પી રહેલા વાનરનો ગજબ છે સ્વેગ, કોઈને પસંદ આવી સ્ટાઈલ તો કોઈએ ઠાલવ્યો રોષ
Monkey Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 14, 2023 | 7:54 PM

આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. તેમાં કેટલાક પ્રાણીઓની સ્ટાઈલ જોઈને લોકો દંગ રહી જાય છે. જ્યારે, કેટલાકને જોઈને લોકો હસવુ રોકી શકતા નથી. ત્યારે કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલ એક વાનરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, જેમાં તે મોજથી સિગારેટ પી રહ્યો છે. વાનરની સ્ટાઈલ પણ ગજબ છે.

આ પણ વાંચો: Viral Video: લેડી ડોક્ટર કરી રહી હતી ચેકઅપ, બાળકે એવી રીતે જોયું કે લોકો બોલ્યા- બાળકે દિલ જીતી લીધુ

પોતાની આગવી સ્ટાઈલને કારણે વાંદરો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ક્યારેક વાંદરો લોકોને પરેશાન કરતા જોવા મળે છે. તો ક્યારેક તે વસ્તુઓને બરબાદ કરતા પણ જોવા મળે છે. ઘણી વખત તેઓ એવા કામ કરતા જોવા મળે છે, જેને જોઈને માણસો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વાયરલ વીડિયોમાં તમને વાંદરાની એક અલગ જ સ્ટાઈલ જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો એક ઝાડ પર આરામથી બેઠો છે. તેના હાથમાં સિગારેટ છે. પહેલા વાંદરો અહીં-ત્યાં જુએ છે અને પછી ફૂંક મારવા લાગે છે. વાંદરો જે રીતે સિગારેટ પીવે છે તે જોઈને એવું લાગે છે કે જાણે તે રોજ સિગારેટ પીતો હોય.

વાંદરાનો સ્વેગ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘premimouni’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ ફની વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. જોકે ઘણા લોકો આ વીડિયો પર પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પ્રાણીઓ સાથે આવુ ન કરવુ જોઈએ.

ચેતવણી: સીગારેટ સ્વાથ્ય માટે હાનિકારક છે અને કોઈ પણ પ્રાણી સાથે આ પ્રકારની હરકત ન કરાવવી જોઈએ. આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુથી છે.