Funny Video: શું તમે ક્યારેય વાંદરા અને બિલાડી વચ્ચે આવી અનોખી મિત્રતા જોઈ છે ? આ વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ

|

Apr 13, 2022 | 8:39 AM

આજકાલ એક વાંદરા અને બિલાડીની (Monkey And Cat) અનોખી મિત્રતાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર monkeyloversklub નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 7 લાખ 55 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Funny Video: શું તમે ક્યારેય વાંદરા અને બિલાડી વચ્ચે આવી અનોખી મિત્રતા જોઈ છે ? આ વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ
monkey and cat amazing friendship

Follow us on

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ વિવિધ પ્રકારના પ્રાણીઓને (Animals) ઉછેરવાના શોખીન છે. કોઈ કૂતરા રાખે છે, કોઈ બિલાડી, કોઈ ઘોડા, કોઈ હાથી અને કોઈ વ્યક્તિ વાંદરાઓ (Monkey) પણ રાખે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે વાંદરાઓનો ઉછેર ફક્ત તે જ કરે છે જે મદારી હોય. જ્યારે એવું બિલકુલ નથી. જેમને વાંદરાઓ ગમે છે, તેઓ તેમને રાખે છે. જો કે નાના પ્રાણીઓમાં કૂતરા અને બિલાડીઓ (Dog And Cat) એવા પ્રાણીઓ છે. જેને સમગ્ર વિશ્વના લોકો ઉછેરવા, પ્રેમ કરવા, તેમની સાથે રમવાનું પસંદ કરે છે.

ભારતમાં, લોકો સામાન્ય રીતે બિલાડીઓને અપશુકન માને છે. જ્યારે બહારના દેશોમાં લોકો બિલાડી રાખવાનું પસંદ કરે છે. આ પ્રાણીઓને લગતા તમામ પ્રકારના (Animals Video) વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે, પરંતુ આજકાલ એક વાંદરા અને બિલાડીની અનોખી મિત્રતાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આવો વીડિયો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બિલાડી અને વાંદરાઓ બંને થોડા ગુસ્સાવાળા હોય છે, પરંતુ તેઓ ખૂબ તોફાની પણ હોય છે. તેની તોફાન લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દે છે. વાયરલ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાનો વાંદરો બિલાડીના દાંત ગણવાનો પ્રયાસ કરી રહ્યો છે. પછી થોડી વાર પછી બિલાડીએ તેને એવી રીતે માર્યો કે, બિચારો વાંદરો જમીન પર પડી ગયો. જો કે, બિલાડીએ તેને જાતે જ ઉપાડ્યો અને તેને ઉપાડતાની સાથે જ તેની સાથે આવી રમુજી ટીખળો કરી અને વાંદરાએ પણ તેને આ તોફાનમાં ઘણો સાથ આપ્યો. આ રમુજી વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસ્યા જ હશો.

રમૂજી વીડિયો જુઓ:

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર monkeyloversklub નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 7 લાખ 55 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી ફની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે વાંદરાને ‘કિંગ કોંગ’ અને બિલાડીને ‘કેટઝિલા’ કહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, બંને પ્રાણીઓ એકબીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે, આ બિલકુલ યોગ્ય નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  જાણો શેરબજારના 5 સૌથી મોંઘા શેર વિશે! તેની કિંમત છે એટલી કે ખરીદવા માટે તમારું ખિસ્સું ખાલી કરવું પડશે

આ પણ વાંચો: Funny Video: કૂતરાએ જંગલના રાજા-રાણીને છોડાવ્યો પરસેવો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- નસીબદાર, સિંહને ભૂખ નથી!  

Next Article