દુનિયાને મળી ગયો નવો ‘નાસ્ત્રેદમસ’, જે ભવિષ્યવાણી કરે છે તે પડે છે સાચી, વર્ષ 2024 માટે કરી આ ભયાનક ભવિષ્યવાણીઓ

એક ઈન્ટરવ્યુમાં સેલોમે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે. તેને કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સીસીટીવીના પાવરને વધારી રહ્યો છે. ચીન અને અમેરિકામાં બની રહેલી ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી એક એવો યુગ લઈને આવશે, જેમાં પ્રાઈવસી નહીં હોય.

દુનિયાને મળી ગયો નવો નાસ્ત્રેદમસ, જે ભવિષ્યવાણી કરે છે તે પડે છે સાચી, વર્ષ 2024 માટે કરી આ ભયાનક ભવિષ્યવાણીઓ
| Edited By: | Updated on: Dec 09, 2023 | 12:06 PM

ભવિષ્ય જોવાનો દાવો કરતા એક વ્યક્તિએ લોકોને ચેતવણી આપી છે. તેને જણાવ્યું કે 2024માં આખરે એવુ તો શું થશે, જેનાથી લોકોને ખતરો છે. આ વ્યક્તિનું નામ એથોસ સેલોમે છે. તે બ્રાઝિલમાં રહે છે. પોતાની ભવિષ્યવાણીઓને લઈ આ વ્યક્તિને જીવતા નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. તેના ઘણા દાવા સાચા પણ સાબિત થયા છે. તેમાં ગયા વર્ષે મહારાણી એલિઝાબેથના અવસાનથી લઈને એલન મસ્કના ટ્વીટરને એક્સ કરવાનો દાવો સામેલ છે. એથોસનું કહેવુ છે કે દુનિયાની કેટલીક ઘટનાઓ એવી છે, જેને તે પોતાની ક્ષમતાઓથી પણ પ્રભાવિત ના કરી શકે.

એક ઈન્ટરવ્યુમાં સેલોમે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે. તેને કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સીસીટીવીના પાવરને વધારી રહ્યો છે. ચીન અને અમેરિકામાં બની રહેલી ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી એક એવો યુગ લઈને આવશે, જેમાં પ્રાઈવસી નહીં હોય. સેલોમે કહ્યું આધુનિક સર્વેલન્સની સ્થિતિ એ આપણા વિશ્વને વ્યાપક દેખરેખ અને નિયંત્રણના મોટા ષડયંત્રનું પ્રતિક છે. આપણે ઝડપથી એક એવી વાસ્તવિકતા તરફ વધી રહ્યા છે, જ્યાં પ્રાઈવસી જ સરકારો અને કોર્પોરેશન્સ માટે લોકોની વ્યક્તિગત જાણકારીની એક્સેસ આપનારી ધારણા બની જશે.

રશિયા દેશભરમાં 50 લાખ કેમેરા લગાવશે!

સેલોમે કહ્યું તે પહેલા એક સમાચાર આવ્યા હતા કે રશિયા દેશભરમાં 50 લાખ કેમેરા લગાવશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના નાગરિકો પર દેખરેખ વધારશે. રશિયાના ડિજિટલ ડેવલપમેન્ટ મંત્રાલય સમગ્ર સિસ્ટમનું કેન્દ્રીકરણ કરવા માંગે છે, જેથી ક્રેમલિનમાં બેઠેલા લોકોને ફૂટેજ મળી શકે. રશિયન સમાચાર આઉટલેટ કોમર્સેન્ટ મુજબ આ જાહેરાત સંબંધિત મંત્રાલયનું સંચાલન કરતા મકસુત શાદાવે દ્વારા કરવામાં આવી હતી. એથોસ સલોમે લોકોને તેમની અંગત માહિતી કેવી રીતે એકત્ર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું.

સેલોમે કહ્યું હું સમજુ છું કે મારી ભવિષ્યવાણીઓ ક્યારેક મગજમાં કલ્પના કરેલી વસ્તુની જેમ મહેસૂસ થઈ શકે છે. તે શૂન્યતા અને પૂર્ણતામાંથી પસાર થાય છે. આ કોઈ અનુમાન નથી પણ એવી કેટલીક ઘટનાઓને ફરીવાર થવાની સંભાવના પર આધારિત ભવિષ્યવાણીઓ છે. હાલમાં આ ભવિષ્યવાણીઓ 2024 માટે છે. જે આવનારા વર્ષોમાં પણ સાચી સાબિત થઈ શકે છે.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:41 pm, Thu, 7 December 23