
તમે ટીવી, સોશિયલ મીડિયા કે રિયલમાં અનેકવાર ફેશન શોનો નજારો જોયો જ હશે. જેમાં મોડલ ડિઝાઈનરો દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના ડ્રેસ પહેરીને રેમ્પ વોક કરે છે. ઘણી વખત મોડલ્સ હાઈ હીલ્સ અને ફ્રિલ્સ પહેરવાને કારણે રેમ્પ પર જ પડતી જોવા મળે છે. પરંતુ આ વખતે, રેમ્પ વોકમાં, મોડલ તેની સાથે ટેબલ પર રાખેલા કવરને ખેંચી ગઈ, જેના પર તે માત્ર એક સેકન્ડ પહેલા ભોજન લઈ રહી હતી.
આ પણ વાંચો: VIDEO : બાગેશ્વર બાબાના સમર્થનમાં ‘ધર્મ સંસદ’, મોટી સંખ્યામાં સાધૂ-સંતો પહોંચ્યા
Instagram di_vsn પર કોપનહેગનમાં આયોજિત એક ફેશન શોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેશન શોની અનોખી અને ગજબ સ્ટાઈલ જોવા મળી હતી. મોડેલ ટેબલ કવર ડ્રેસ પહેરીને ચાલવા લાગી. પરંતુ ટેબલ પર રાખેલી બધી વસ્તુઓ તેની પાછળ ઠસડાતી ગઈ. રેમ્પ વોકનો આવો અંત તમે ભાગ્યે જ જોયો હશે.
કોપનહેગનમાં યોજાયેલા ફેશન શોની થીમ ‘ડ્રેસ્ડ ફોર ડિઝાસ્ટર’ હતી. અને મોડેલે જે રીતે શોનો અંત કર્યો તે ખરેખર કોઈ ડિઝાસ્ટરથી ઓછું ન હતું. ડિઝાઇનરે શોસ્ટોપરની થીમ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરી છે. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વીડિયોમાં, મોડેલનો ડ્રેસ ટેબલના કવર સાથે જોડીને બનાવવામાં આવ્યો હતો, જેના પરિણામે તેણીએ ચાલવાનું શરૂ કર્યું, ટેબલ પર રાખેલી બધી વસ્તુઓ પડી રહી અને મોડલ તે બધાને પાછળ છોડીને આગળ વધી.
ફેશન શોના શો સ્ટોપર સિમોન વિકની પાર્ટનર સારાહ ડાહલ તેના સાથીદારો સાથે મહેમાનોની વચ્ચે બેઠી હતી. પછી શો સમાપ્ત થવાનો સમય આવી ગયો અને તેણે ચાકુ વડે વાઈન ગ્લાસ પર પછાડીને બધાનું ધ્યાન ખેંચ્યું અને જેવી તે ખૂબ જ બોલ્ડ સ્ટાઈલમાં ઉભી થઈ, લોકો તેની સ્ટાઈલથી દંગ રહી ગયા. ત્યાં હાજર લોકો વિચારી પણ નહોતા શકતા કે આગામી જ ક્ષણમાં તે શું નવું અને અનોખું કરવા જઈ રહી છે.
મોડલ ચાલવા લાગી કે તરત જ ખબર પડી કે જે ટેબલ કવર સાથે તે ખુરશી પર બેઠી હતી તે તરત જ જમીન પર આવી ગઈ અને મોડલ આગળ વધી અને ટેબલ પર રાખેલ તમામ નકલી ખોરાક અને વાસણો ફેલાઈ ગયા. શો સ્ટોપની આવી અસામાન્ય રીત ત્યાં હાજર લોકોને ખૂબ જ ગમી અને હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. વીડિયો તો લોકોને પસંદ આવ્યો પરંતુ મોડલિંગને કારણે ટેબલ પર રાખેલ ભોજન જમીન પર પડતાં જ લોકોએ ભોજનના બગાડ અંગે નારાજગી વ્યક્ત કરી.