સૂતા પહેલા આવા વીડિયો જૂએ છે નાગાલેન્ડના મંત્રી, તેમના ઈન્ટરવ્યૂનો વીડિયો થયો વાયરલ

હાલમાં આ જ રમૂજી મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો તે જણાવે છે કે તેઓ રાત્રે સૂતા પહેલા કેવા વીડિયો જોઈને સૂએ છે.

સૂતા પહેલા આવા વીડિયો જૂએ છે નાગાલેન્ડના મંત્રી, તેમના ઈન્ટરવ્યૂનો વીડિયો થયો વાયરલ
Nagaland Minister Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Oct 20, 2022 | 10:31 PM

નાગાલેન્ડના નાની આંખો વાળા મંત્રી હાલ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. નાગાલેન્ડના શિક્ષા અને આદિવાસી મંત્રી તેમજેન ઈન્મા અલોન્ગનો (Minister Temjen Imna Along) એક ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. થોડા સમય પહેલા તેમના નિવેદનને કારણે તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દેશભરમાં તમેને પસંદ કરતા અનેક લોકો પણ છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વીડિયો અને ફોટો શેયર કરે છે. તેમના ચાહકો તેના પર પ્રતિક્રિયા પણ આપતા હોય છે. હાલમાં આ જ રમૂજી મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો તે જણાવે છે કે તેઓ રાત્રે સૂતા પહેલા કેવા વીડિયો જોઈને સૂએ છે.

નાગાલેન્ડના આ મંત્રી ઘણીવાર એવી વાતો કરે છે, જે સામાન્ય રીતે કોઈ સામાન્ય નેતા નથી કરતા. આ ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવે છે કે, તેમને કઈ અભિનેત્રી ગમે છે. તેના જવાબમાં તેઓ કોરિયન પોપ મ્યૂઝિક K-Popની ડાન્સરના નામ આપે છે. તેઓ સૂતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર કોરિયન પોપ મ્યૂઝિક K-Popના 10-12 વીડિયો જોઈને સૂએ છે. તેઓ K-Popના મોટા ચાહક છે. આ ઈન્ટરવ્યૂ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યો છે.

નાગાલેન્ડના મંત્રીનો વાયરલ ઈન્ટરવ્યૂ

 

નાગાલેન્ડના રમૂજી મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો તેમને સૌથી ખુશમિજાજ રાજનેતા ઘણાવી રહ્યા છે.

K-Pop કયા પ્રકારનું નૃત્ય કરે છે?


K-Pop નૃત્ય એ હિપ-હોપ અને જાઝ જેવા આફ્રિકન ડાયસ્પોરા નૃત્ય સ્વરૂપોનું મિશ્રણ છે, જે કોરિયન પૉપ મ્યુઝિકને કોરિયોગ્રાફ કરે છે. K-Pop તેમની પોતાની કોરિયન પોપ સંસ્કૃતિ તરીકે રાષ્ટ્રીય સ્તરેના કાર્યક્રમ ઉજવે છે. આ ગ્રુપ મહિલા અને પુરુષોનું એમ અલગ અલગ હોય છે. K-Popના સભ્યો તેમની સુંદરતા, સંગીત અને ડાન્સ માટે જાણીતા છે. ભારત સહિત દેશ-વિદેશમાં તેમના કરોડો ચાહકો છે.