ગણિતના સિમ્બોલ પર કર્યો શાનદાર ડાન્સ, લોકો જોતા જ રહી ગયા, Math Symbols ને લઈને કર્યો મજાનો Dance

Dance Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ડાન્સ શીખવતો એક યુવાન ગણિતના દરેક સિમ્બોલ માટે એક એક સ્ટેપ સમજાવી રહ્યો છે. ગણિત અને આધુનિક સ્ટેજ ડાન્સના આ અનોખા સંયોજનનો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ગણિતના સિમ્બોલ પર કર્યો શાનદાર ડાન્સ, લોકો જોતા જ રહી ગયા, Math Symbols ને લઈને કર્યો મજાનો Dance
Math Symbols Dance Video
| Updated on: Jul 14, 2025 | 4:53 PM

Dance Viral Video: જ્યારે ગણિત શિક્ષક પણ ડાન્સ શીખવવાનું શરૂ કરે છે, ત્યારે એક શાનદાર ટ્રેનિંગ સેશન અથવા પ્રદર્શન કોઈપણને આકર્ષિત કરી શકે છે. અમે આ કહી રહ્યા નથી પરંતુ તમે તે જાતે જોઈ શકો છો. આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ડાન્સ શીખવતો એક યુવાન ગણિતના દરેક ચિહ્ન માટે એક સ્ટેપ સમજાવી રહ્યો છે. ગણિત અને આધુનિક સ્ટેજ ડાન્સના આ અનોખા સંયોજનનો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ડાન્સના સ્ટેપ ગણિતના સિમ્બોલને આધારિત

ડાન્સિંગ પ્રોફેસર નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલ આ વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ ડાન્સિંગ ક્લાસ જેવા હોલમાં એકલા ડાન્સ સ્ટેપ્સ બતાવી રહ્યો છે. તેના ડાન્સ સ્ટેપ્સ ગાણિતિક પ્રતીકો પર આધારિત છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ટકાવારી, બરાબર, સ્ક્વેયર ટુ, સિગ્મા વગેરેની જેમ તે કલાત્મક રીતે પોતાના શરીરને વાળીને અને દરેક સિમ્બોલ પર સમાન પોઝ આપીને ડાન્સ કરી રહ્યો છે.

10 લાખ લોકોએ પસંદ કર્યો છે

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોએ પસંદ કર્યો છે અને 32 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે. હજારો દર્શકોએ આ મનોરંજક વીડિયો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયોના ભાગ-3 ની રિલીઝ તારીખ પૂછી છે. ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે ભૌતિકશાસ્ત્રના સિમ્બોલ પર ડાન્સના સ્ટેપ્સ શીખવતા સમાન વીડિયોઝ બનાવવામાં આવે.

Viral Video અહીં જુઓ:

આ ગણિત આપણને ક્યારે છોડશે? : યુઝર્સ

એક લોકપ્રિય બોલિવૂડ ગીત સાથે બનેલા આ વીડિયોના કોમેન્ટ્સ વિભાગમાં એક યુઝર્સએ લખ્યું કે, જ્યારે ગણિતના શિક્ષક ડાન્સ શીખવવાનું શરૂ કરે છે ત્યારે આવું થાય છે. ઘણા યુઝર્સ ડાન્સરની પ્રશંસા કરી અને ઘણા યુઝર્સ વીડિયોમાં ચૂકી ગયેલા કેટલાક ગણિતના પ્રતીકો વિશે જણાવ્યું અને તેના પર ડાન્સના સ્ટેપ્સ બતાવવાની માગ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે ફિલ્મોમાં જાઓ. એક એ પૂછ્યું, ‘શું વાસ્તવિક જીવનમાં આનો કોઈ ઉપયોગ છે?’ બીજાએ લખ્યું, ‘હવે અહીં પણ ગણિત…આ ગણિત આપણને ક્યારે છોડશે? ‘

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.