
બિહારનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે એક યુવતીને જોઈ શકો છો જે હિન્દુ ધર્મ ગ્રંથ મનુસ્મૃતિને સળગાવતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. લોકો આ વીડિયોને ઝડપથી શેર કરી રહ્યા છે અને કેટલાક લોકો આ યુવતીના સમર્થનમાં તો કેટલાક લોકો તેના વિરુદ્ધમાં કમેન્ટ્સ કરી રહ્યા છે.
જ્યારે કેટલાક લોકોનું કહેવુ છે કે આ વીડિયોમાં દેખાતી યુવતીએ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. ચાલો પહેલા તમને જણાવીએ કે આ વીડિયોમાં શું છે. ઘણા લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતીએ હાથમાં સિગારેટ લીધી છે અને તે પછી તે જમીન પર પડેલા હિન્દુ ધર્મ ગ્રંથનું અપમાન કરે છે.
Priya Das from Bihar cooked chicken & lit her cigarette by burning Manusmriti.
A certain judge will give a lecture about rising intolerance in India if you say anything to her. pic.twitter.com/ijvTJA9GLo
— Incognito Mohammad Qazi (@Incognito_qfs) March 5, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી પહેલા ચુલાની મદદથી હિન્દુ ધર્મ ગ્રંથ મનુસ્મૃતિને આગ લગાડે છે અને પછી સળગતા ગ્રંથ સાથે મોંમાં રાખેલી સિગારેટને પણ સળગાવે છે. સિગારેટ સળગાવ્યા પછી, છોકરી તેના મોંમાંથી ધુમાડો બહાર કાઢે છે અને પુસ્તકને ચુલામાં ફેંકી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ચુલા પર ચિકન રાંધતી જોવા મળી રહી છે.
मनुस्मृति को जला के सिगरेट सुलगाने वाली लड़की प्रिया दास कौन है ? pic.twitter.com/kGQ7k3fiXy
— हम लोग We The People (@ajaychauhan41) March 1, 2023
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવામાં આવી રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આ વીડિયોની ટિકા કરી રહ્યા છે તો અમુક યુઝર્સ આ વીડિયોને સમર્થન આપી રહ્યા છે.
Published On - 1:11 pm, Mon, 6 March 23