તમે એ લોકવાયકા તો સાંભળી જ હશે કે સિનેમા એ આપણા સમાજનુ દર્પણ છે. આ જ કારણ છે કે ફિલ્મ પણ સામાજિક મુદ્દાઓ પર બનેલી છે, પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં પણ કંઈક એવું જોવા મળે છે જે આપણને ફિલ્મોની યાદ અપાવે છે. ત્યારે સિંઘમ (Singham Movie)મુવી તો યાદ જ હશે. ત્યારે આ વીડિયો જોઈને તમને અજય દેવગનની ફિલ્મ “સિંઘમ” નો એક સીન યાદ આવશે.
વાયરલ (Viral Video) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસકર્મીએ એક વ્યક્તિને પકડી લીધો છે અને આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ દરમિયાન પોલીસકર્મી હાંફતો જોવા મળે છે. તે અન્ય લોકોને મદદ માટે બોલાવે છે, જેથી ચોર તેની પકડમાંથી ભાગી ન જાય. ત્યાં હાજર એક વ્યક્તિ ચોરને મજબૂતીથી પકડી લે છે, ત્યારબાદ પોલીસકર્મી તેની તલાસી કરે છે અને તેના ખિસ્સામાંથી એક મોબાઈલ મળી આવે છે.
Robbery offender cought within 10 mins of offence by chasing him though the city. Hats off to varun Mangalore city police.
ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ರಾಬರಿ ಪ್ರಕರಣದ ಆರೋಪಿಯನ್ನು ಮಂಗಳೂರಿನ ಪೊಲೀಸ್ ವರುಣ್ ರವರು ಬೆನ್ನಟ್ಟಿ ಹಿಡಿದಿದ್ದು. pic.twitter.com/SqmzVv77Cj
— Shashi Kumar CP mangaluru (@ShashiK85532199) January 13, 2022
સોશિયલ મીડિયા યુઝર્સ પોલીસની આ કાર્યવાહીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘આ રિયલ લાઈફનો સિંઘમ છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આપણા સમાજને આવા પોલીસ અધિકારીઓની જરૂર છે. ‘ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ પોલીસકર્મીની બહાદુરી ખરેખર વખાણવા લાયક છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો કર્ણાટકનો છે, જ્યાં બુધવારે પોલીસને માહિતી મળી કે નહેરુ મેદાનમાં એક વ્યક્તિનો મોબાઈલ ચોરીને ચોર ભાગી રહ્યો છે. થોડી જ વારમાં, પોલીસે કાર્યવાહી કરી, અને જવાને ચોર પકડાયો ત્યાં સુધી તેનો પીછો કર્યો. થોડી જ વારમાં તેના સાથીઓ પણ ત્યાં પહોંચી ગયા અને ગુનેગારને પકડી લીધો. આ ઘટના કોઈ ફિલ્મનું શૂટિંગ હોય તેવું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો: Technology News: Instagram Chat નો રંગ બદલવા માંગો છો? પણ ટ્રીક નથી જાણતા, અહીં શીખો
આ પણ વાંચો: હૈદરાબાદના આઈકોનિક સિંકદરાબાદ ક્લબમાં લાગી ભીષણ આગ, અંદાજે 20 કરોડનું નુકસાન