Viral: સાસરીમાંથી કરિયાવરમાં આપતા હતા ટ્રેન, આ કારણે શખ્સે કરી દીધો ઈન્કાર, લોકોએ કહ્યું ‘સારૂ કર્યું રોકેટ ના આપ્યું’

હાલ એક ફની વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે અને તમને આ વીડિયો વારંવાર જોવાનું મન થશે.

Viral: સાસરીમાંથી કરિયાવરમાં આપતા હતા ટ્રેન, આ કારણે શખ્સે કરી દીધો ઈન્કાર, લોકોએ કહ્યું સારૂ કર્યું રોકેટ ના આપ્યું
Funny Video Viral (Image Credit Source: Instagram)
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:06 AM

જો તમે ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહો છો, તો અહીં તમને એક કરતા વધારે ફની વીડિયો (Funny Videos) જોવા મળશે. આ વીડિયોમાં ઘણી વખત ચોંકાવનારા વીડિયો સામે આવે છે, જ્યારે ઘણી વખત એવા વીડિયો હોય છે જેને જોઈ આપણે હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. ત્યારે કેટલાક એવા વીડિયો છે જેને વારંવાર જોવાની ઈચ્છા થાય છે. હાલ પણ એક ફની વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે અને તમને આ વીડિયો વારંવાર જોવાનું મન થશે.

ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જે લોકો જુઠ્ઠું બોલે છે તે લોકો આંખ મીલાવીને વાત કરી શકતા નથી, પરંતુ આજકાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ તેની આંખોમાં જોઈને આવું ખોટું બોલે છે. આ સાંભળીને અડધાથી વધુ યુઝર્સનાં હોશ ઉડી ગયા, જ્યારે ઘણા યુઝર્સ એવા છે કે જેઓ આ વીડિયો જોયા પછી પણ આવું કહી રહ્યા છે, કે ભાઈની વાત ભલે ખોટી હોય પણ મજા આવી ગઈ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેને તેના સાસરિયાઓએ દહેજમાં ટ્રેનની ઓફર કરી હતી. જે લેવાનો તેણે ઈન્કાર કર્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે તે લેવાનો ઇનકાર કેમ કર્યો, તો તે કહે છે કે ‘મને ટ્રેન કેવી રીતે ચલાવવી તે આવડતું ન હતું, તેથી મેં ના પાડી’. આ સિવાય તેમનું કહેવું છે કે ઘરે ટ્રેન પાર્ક કરવા માટે જગ્યા ન હોવાને કારણે તેણે ટ્રેન લેવાની ના પાડી દીધી હતી.

આ વીડિયોને ghantaa નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 8 લાખ 24 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા યુઝર્સે આ ફની કોમેન્ટ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “હા ફેંકો અમે લપેટી રહ્યા છીએ.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “મને પણ દહેજમાં રોકેટ મળતું હતું, હું ઈચ્છત તો લઈ લેત, પરંતુ બાઈક ફરવાની અલગ જ મજા છે” અન્ય યુઝર કહે છે કે આ વ્યક્તિએ જુઠ્ઠાણાની હદ વટાવી દીધી છે.

આ પણ વાંચો: Cotton Crop: કપાસના પાકનો બમણો ફાયદો, ભાવ વધ્યા અને ઉત્પાદકતામાં પણ આવી તેજી

આ પણ વાંચો: Viral: શખ્સે હાઈવે પર એકસાથે દોડાવી બે મોટરસાઈકલ, લોકોએ કહ્યું ‘યે તો બડા હેવી ડ્રાઈવર હે’