ઠંડીથી બચવા શખ્સે એટલા કપડા પહેર્યા કે ગણતા 1 મિનિટ લાગી, જુઓ આ Funny Viral Video

લોકો ઠંડા હવામાનથી બચવા ગરમ કપડા, હીટર અને બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે હસવુ રોકી નહી શકો.

ઠંડીથી બચવા શખ્સે એટલા કપડા પહેર્યા કે ગણતા 1 મિનિટ લાગી, જુઓ આ Funny Viral Video
Funny Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 16, 2023 | 4:48 PM

હાલ શિયાળાની હાડ થિજવતી ઠંડી પડી રહી છે ત્યારે દિલ્હીમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં એટલું ગાઢ ધુમ્મસ હતું કે વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં લોકો ઠંડા હવામાનથી બચવા ગરમ કપડા, હીટર અને બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે હસવુ રોકી નહી શકો.

દિલ્હીના શિયાળાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે. આમાં એક વીડિયો પણ છે, જેને જોઈને લોકો પોતાની જાતને હસવાથી રોકી શકતા નથી. શિયાળામાં ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવા જ જોઈએ. પણ એક વ્યક્તિએ એટલા બધા કપડા પહેર્યા હતા કે તેની ગણતરી કરવામાં આખી 1 મિનિટ લાગી.

આ પણ વાંચો: Shocking Video : બાળકોએ એવી જગ્યાએ બેસીને કરી મસ્તી કે જોઇને લોકોની ચીસ નીકળી ગઇ

આ વીડિયો ક્લિપ ટ્વિટર યુઝર @JBreakingBajpai દ્વારા 9 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં લખ્યું હતું – ગણો અને કહો, શરદીથી બચવા માટે બલીએ તેના શરીર પર કેટલા કપડાં પહેર્યા હતા? આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ બ્લુ જેકેટ પહેર્યું છે. તે ખૂબ જ જાડો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, અન્ય વ્યક્તિ જેકેટની ચેન ખોલે છે અને તેના કપડા ગણવા લાગે છે.

આ વીડિયો 1 મિનિટ 8 સેકન્ડનો છે, જેમાં તે લગભગ 1 મિનિટ સુધી વ્યક્તિના કપડા ગણતો જોવા મળી રહ્યો છે. શું તમે કહી શકશો કે આ માણસ ઠંડીથી બચવા માટે કેટલાં કપડાં પહેરે છે? તમને જણાવી દઈએ કે, આ ક્લિપને 1000 વ્યુઝ અને કેટલીક લાઈક્સ મળી છે. આ ક્લિપને રીટ્વીટ કરતાં પૂર્વ IPSએ લખ્યું- ટુંદ્રામાં પણ એટલી ઠંડી નથી.

ઠંડીને લગતા હાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં આ વીડિયો ખુબ જ ફની છે. આ વીડિયો જોઈ તમે અંદાજો લગાવી શકો છો કે આ શખ્સને કેટલી ઠંડી લાગતી હશે.