સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો શેર કરવામાં આવે છે. આમાંથી કેટલાક વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે, જ્યારે ઘણા વીડિયો એવા છે કે જે જોવાની મજા આવે છે. આ ફની વીડિયો અથવા કોમેડી વીડિયોની શ્રેણીમાં આવે છે. લોકોને આવા વીડિયો ખુબ પસંદ આવે છે. આ વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં મૂડ હળવો રાખવા માટે, લોકો કોમેડી અને ફની વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચો: આવી ભૂલ જો જો તમે ન કરતા, રાંધતી વખતે મોબાઈલ તળાઇ ગયો, જુઓ Viral Video
આ વીડિયો એવો છે કે તમને જોવાની ચોક્કસ મજા આવશે. આ સાથે, તમે પણ વિચારવા માટે મજબૂર થઈ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે તળાવના કિનારે બેસીને એક વ્યક્તિ શાંતિથી બેસેલો છે. આ દરમિયાન ત્યાંથી એક કાર પસાર થાય છે. તે વ્યક્તિને ખબર પણ ન હતી કે તેની સાથે શું થવાનું છે. ત્યારે જ, કારનો દરવાજો ખુલે છે અને એક વ્યક્તિ તેના પગ બહાર કાઢે છે અને જે વ્યક્તિ બેઠો છે તેને લાત મારે છે. જુઓ વીડિયો.
વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો જ તે વ્યક્તિને જોરદાર લાત લાગે છે, તે ધડામ દઈ પાણીની અંદર જાય છે. બીજી તરફ, કારમાં બેઠેલી વ્યક્તિ જોરથી લાત મારીને ભાગી જાય છે. કારમાં સવાર વ્યક્તિ તળાવના કિનારે બેઠેલી વ્યક્તિને કેમ લાત મારે છે તે અત્યારે સમજાતું નથી. બની શકે કે આ વીડિયો કોઈ કોમેડી ફિલ્મનો ભાગ હોય. આ સમયે યુઝર્સને વીડિયો જોવામાં ખૂબ જ મજા આવી રહી છે.
આ વીડિયો કોમેડી_વીડિયો__99 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને જોરદાર રીતે જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ લોકોને ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે ત્યારે આ વીડિયો પણ ખુબ ફની છે જેમાં એક શખ્સ શાંતિથી બેઠો છે અને કાર ચાલક કાર રોકીને દરવાજો ખોલીને તેને જોરદાર લાત મારે છે.