એક વ્યક્તિને ઘરની બહાર રેસ્ટોરન્ટમાં (Restaurants) ખાવાનું ભારે પડી ગયુ. ડિનર કર્યા પછી રેસ્ટોરાંએ વ્યક્તિને સોંપેલું બિલ (Restaurants Bill) જોઈને તેના હોશ ઉડી ગયા. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા (Social Media) પર બિલનો ફોટો શેર કર્યો છે, જેને જોયા બાદ દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. આ પોસ્ટમાં, વ્યક્તિ કહે છે કે તેનું ડિનર એટલું મોંઘુ (Expensive Dinner) હતું કે એક જ રાતમાં તેનું આખું બેંક બેલેન્સ ખલાસ થઈ ગયું. તમને જણાવી દઈએ કે આ મામલો ચાર વર્ષ પહેલાનો છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક અહેવાલ મુજબ, જમિલ અમીન લંડનના સોલ્ટ બેમાં નુસર-ઇટ સ્ટેકહાઉસ નામની રેસ્ટોરન્ટમાં તેના મિત્રો સાથે ડિનર લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમને ખાધા પછી મોટું બિલ જોઈને આશ્ચર્ય થયું. આ પછી જમીલે સોશિયલ મીડિયા પર બિલનો ફોટો શેર કર્યો, જે વાયરલ થયો. વપરાશકર્તાઓ પણ આ અંગે જુદી જુદી રીતે ટિપ્પણી કરી રહ્યા છે.
જમીલે ચાર મિત્રો સાથે નુસર-એટ સ્ટેકહાઉસમાં ડિનર લીધું હતું. પરંતુ રાત્રિભોજન પછી જે બિલ તેને આપવામાં આવ્યું હતું તે જોયા બાદ તેના હોંશ ઉડી ગયા હતા. રેસ્ટોરાંએ જમીલને એક લાખ 82 હજાર રૂપિયાથી વધુનું બિલ આપ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બિલમાં માત્ર એક વાનગીની કિંમત 63 હજાર રૂપિયાથી વધુ હતી. તે જ સમયે, ચાર એનર્જી ડ્રિંક્સ રેડ બુલની કિંમત પણ સામાન્ય કરતાં 44 પાઉન્ડ વધારે હતી. આ સિવાય રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ પણ ઉમેરવામાં આવ્યો હતો, જે લગભગ 24 હજાર રૂપિયા હતો.
સોશિયલ મીડિયા પર બિલની તસવીર શેર કરતાં જમીલે લખ્યું કે, મારું આખું બેન્ક બેલેન્સ એક જ રાતમાં ખર્ચાઈ ગયું. તમને જણાવી દઈએ કે જમીલની આ પોસ્ટ વાઈરલ થઈ ગઈ છે. લોકોએ રેસ્ટોરન્ટની વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે આ બિલ જોયા પછી કોઈના પણ હોંશ ઉડી શકે છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સે સર્વિસ ચાર્જના નામે 24 હજાર રૂપિયા વસૂલતા રેસ્ટોરન્ટ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –