સિંહના બચ્ચાની મસ્તી યુવકને ભારે પડી, લોકોએ કહ્યું ‘બચ્ચા સમજા ક્યા શેર હે યે’, જુઓ વાયરલ વીડિયો

નાનો સિંહ તેના પર એવી રીતે ગર્જના કરે છે કે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. હવે આ વીડિયો (Viral Video)જોઈને લોકો આ યુવકની મજા લઈ રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે - સિંહ એ સિંહ છે, શેરીનો કૂતરો નથી.

સિંહના બચ્ચાની મસ્તી યુવકને ભારે પડી, લોકોએ કહ્યું બચ્ચા સમજા ક્યા શેર હે યે, જુઓ વાયરલ વીડિયો
Lion Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 11, 2022 | 12:59 PM

સિંહને એમ જ ‘જંગલનો રાજા’ કહેવામાં આવતો નથી. તેનું કોઈ નિશ્ચિત સ્થાન હોતું નથી તે જ્યાં બેસે ત્યાં તેનું રાજ કહેવાય છે. તેના બચ્ચા પણ આ બાબતમાં ઓછા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ (Lion Viral Video)થઈ રહેલા આ વીડિયોને જોયા પછી એવું લાગે છે. જેમાં એક યુવક જ્યારે તેને બચ્ચાની જેમ સ્નેહ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે નાનો સિંહ તેના પર એવી રીતે ગર્જના કરે છે કે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. હવે આ વીડિયો (Viral Video)જોઈને લોકો આ યુવકની મજા લઈ રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે – સિંહ એ સિંહ છે, શેરીનો કૂતરો નથી.

વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆત કારના બોનેટ પર બે સિંહના બચ્ચાથી થાય છે. તમે જોઈ શકો છો કે નજીકમાં એક યુવક પણ ઉભો છે, જે સિંહના બચ્ચાને પ્રેમથી હાથ ફેરવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પણ ભાઈ, સિંહ તો સિંહ જ હોય ​​છે. ભલે તે તેનું બચ્ચુ હોય. બીજી જ ક્ષણે બચ્ચું કંઈક એવું કરે છે કે સામેવાળા વ્યક્તિની હવા ટાઈટ થઈ જાય છે. વીડિયોમાં યુવકનું રિએક્શન જોવા જેવું છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર basit_ayan_3748 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહી છે. 23 સપ્ટેમ્બરના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. મોટાભાગના યુઝર્સ વ્યક્તિની મજા લેતા જોવા મળે છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, સિંહ હંમેશા સિંહ જ રહે છે. પછી તે બચ્ચુ હોય કે પિતા. અન્ય એક યુઝરે કમેન્ટ્સ કરતા લખ્યું છે કે, યુવક સ્માર્ટ બનવા માટે પોતાનો હાથ તોડાવી નાખત. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, શું તમે તેને સ્ટ્રીટ ડોગ માની લીધો છે? એકંદરે, આ વીડિયો જોયા પછી, દરેક વ્યક્તિ જોરદાર રીતે એન્જોય કરી રહ્યા છે.