Viral Video : એવું કહેવામાં આવે છે કે ઉતાવળનું નામ શેતાન છે, કારણ કે ઉતાવળમાં કોઈ કામ સફળ થઈ શકતુ નથી. આ હકીકત સાબિત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે,એક વ્યક્તિ ઉતાવળમાં રેલવે ફાટક પસાર કરવાની કોશિશ કરે છે અને પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જાશો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે ફાટક બંધ થાય એ પહેલા જ એક કાર અને બે બાઈક ચાલક નિકળી જાય છે,પરંતુ પાછળથી પુરપાટ ઝડપે આવતો બાઇક સવાર ગેટ બંધ (Gate) થઈ રહ્યો છે તે જોઈને પણ તે ફાટક નીચેથી પસાર થવાનો પ્રયાસ કરે છે.
જુઓ વીડિયો
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,આ વ્યક્તિ ફાટકની નીચેથી પસાર થવાની કોશિશ કરે છે,પરંતુ ફાટક સાથે અથડાય છે, અને બાદમાં આ વ્યક્તિ તરત જ ઉભો પણ થઈ જાય છે.જો કે સદનસીબે આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજા થઈ હોય તેવું વીડિયોમાં જોવા મળતુ નથી.
તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ uplifestyle.in પરથી શેર કરવામાં આવ્યો છે. શેર કરીને સાથે કેપ્શનમાં (Caption) લખ્યુ કે,”આ વ્યક્તિને ખુબ ઉતાવળ છે.”આ વીડિયો લોકો શેર (Share) કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુઝર્સ તેની મૂર્ખતા સાબિત કરી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !
આ પણ વાંચો: Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Published On - 11:45 am, Wed, 25 August 21