આત્મહત્યા કરવા 9 માં માળેથી કૂદેલો વ્યક્તિ નીચે ઉભેલી BMW પર પડ્યો ને બચી ગયો જીવ

જ્યાંથી આ વ્યક્તિ કૂદી પડ્યો હતો તેની ઉંચાઈ લગભગ 100 ફૂટ હતી. જેના કારણે તેના શરીરના ઉપરના ભાગો પર ઘણી ઈજાઓ થઈ હતી. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે કાર પર પડ્યા બાદ પણ તે પોતાની જાતને ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આત્મહત્યા કરવા 9 માં માળેથી કૂદેલો વ્યક્તિ નીચે ઉભેલી BMW પર પડ્યો ને બચી ગયો જીવ
Man survives after plunging 9 stories from building
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:15 AM

જો કોઈ વ્યક્તિ 9 મા માળેથી પડી જાય તો સ્વાભાવિક છે કે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ અમેરિકાના એક શહેરમાં, એક વ્યક્તિ બિલ્ડિંગના 9 મા માળેથી કૂદીને પણ બચી ગયો. વાસ્તવમાં જે વ્યક્તિ બિલ્ડિંગ પરથી પડી હતી તે BMW કાર પર જઇને પડી હતી. હવે આટલી ઉંચાઈ પરથી પડ્યા પછી પણ તે બચી ગયો. આ સમાચાર સાંભળીને લોકો દંગ રહી ગયા. આ ઘટનાના સમયે સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના બુધવારે 26 જર્નલ સ્ક્વેર પર બની હતી.

એક રિપોર્ટ અનુસાર, પ્રત્યક્ષદર્શી સ્મિથે કહ્યું, ‘પહેલા મેં એક મોટો ધડાકો સાંભળ્યો. આવી સ્થિતિમાં પહેલા મને લાગ્યું કે આ કોઇ માણસ નથી પડ્યો. આ ઘટનામાં કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. જે વ્યક્તિ કાર પર પડ્યો હતો તે પીડાથી ચીસો પાડવા લાગ્યો હતો. તે પડી જતાં તેનો હાથ સંપૂર્ણપણે વળી ગયો હતો. તે બિલકુલ એક ફિલ્મના એક્શન સીન જેવુ લાગતુ હતુ. ” સ્મિથે તરત જ પોલીસને ફોન કરીને ઘટના વિશે માહિતી આપી.

અન્ય એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંથી આ વ્યક્તિ કૂદી પડ્યો હતો તેની ઉંચાઈ લગભગ 100 ફૂટ હતી. જેના કારણે તેના શરીરના ઉપરના ભાગો પર ઘણી ઈજાઓ થઈ હતી. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે કાર પર પડ્યા બાદ પણ તે પોતાની જાતને ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેની હાલત જોઈને લોકોએ તેને આમ કરતા અટકાવ્યા. જ્યારે પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ત્યારે તે કહેતો હતો કે મને એકલો છોડી દો કારણ કે હવે મારે મરવું છે.

ત્યાં હાજર માર્કે આ માહિતી આપી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક તરફ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. સાથે જ કેટલાક લોકો એવા પણ છે જે આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા. ઘણા લોકો માટે આ માનવું મુશ્કેલ છે કે આટલી ઉંચાઈ પરથી પડ્યા પછી પણ કેવી રીતે કોઇ બચી શકે.

આ પણ વાંચો –

પોલીસ પકડવા આવી તો ઝાડ પર ચઢી ગયો આરોપી, 24 કલાક સુધી પોલીસ નીચે ઉતારવા પ્રયત્નો કરતી રહી

આ પણ વાંચો –

Surat : 10 ઓક્ટોબરથી UPSC પરીક્ષાનો પ્રારંભ, સુરતને પ્રથમવાર 7 સેન્ટર પણ ફાળવવામાં આવ્યા

આ પણ વાંચો –

OMG !! મહિલાને પાર્કમાંથી મળ્યો 4 કેરેટનો હીરો, પાર્કમાંથી હમણાં સુધી 75 હજાર હીરા મળી ચૂક્યા છે, જાણો સમગ્ર વિગત