નશાની હાલતમાં આગ પર પડ્યો શખ્સ, દોસ્તોના કારણે બચ્યો જીવ, જુઓ Viral Video

કેટલાક લોકો એટલો નશો કરે છે કે તેમનો પોતાના પર કાબૂ રહેતો નથી અને તેઓ નીચે પડી જતા હોય છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો. વીડિયો એક ડ્રગ એડિક્ટનો છે.

નશાની હાલતમાં આગ પર પડ્યો શખ્સ, દોસ્તોના કારણે બચ્યો જીવ, જુઓ Viral Video
Viral Video
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:18 PM

વડીલો ઘણીવાર કહે છે કે નશો ન કરવો. ઘણી વખત લોકો ડ્રગ્સના નશામાં વાહન ચલાવે છે અને અકસ્માતનો ભોગ બને છે. બીજી તરફ, કેટલાક લોકો એટલો નશો કરે છે કે તેમનો પોતાના પર કાબૂ રહેતો નથી અને તેઓ નીચે પડી જતા હોય છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો. વીડિયો એક ડ્રગ એડિક્ટનો છે.

આ પણ વાંચો: કોરોનાથી રહો સાવચેત ! માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટેસ્ટ…કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયએ એડવાઈઝરી કરી જાહેર

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દારૂના નશામાં આગની નજીક ઉભો હતો. તે આગમાં તાપી રહ્યો હતો, પરંતુ તેનો પોતાના પર કાબૂ નહોતો. તમે જોઈ શકો છો કે તે આગની નજીક હતો. પછી અચાનક ખબર નહીં એવું શું થઈ જાય છે કે તે સીધો આગ પર પડી જાય છે. વ્યક્તિ એટલો નશો કરે છે કે તે પોતાના પર કાબૂ રાખી શકતો નથી અને સળગતી આગમાં પડી જાય છે. આ જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ એ પહેલા જુઓ વીડિયો.

આ ઘટનાનો વીડિયો Himalayanrootz નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી, પરંતુ લાગે છે કે વીડિયો શિયાળાના દિવસોનો છે. તમે જોઈ શકો છો કે તે શખ્સ તેના મિત્રો સાથે બોનફાયર પાસે ઊભો હતો. અચાનક તેને ચક્કર આવે છે અને આગમાં પડી જાય છે. સારી વાત એ હતી કે તેના મિત્રો તેની પડખે ઉભા હતા. તે આગમાં પડતાં જ તેનો એક મિત્ર તેને તરત જ ઉપાડી લે છે. તમે જોઈ શકો છો કે તેનો જીવ બચી ગયો છે.

નશામાં ધૂત લોકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે ત્યારે લોકો નશામાં એવી હરકતો કરતા હોય છે જેના કારણે તેઓ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જતા હોય છે આ વીડિયોમાં પણ કંઈક એવુ જ જોવા મળી રહ્યા છે.