પુરુષ મહિલાઓના કપડાં પહેરી બસમાં બેસી કરે છે આવા કામ, જુઓ વીડિયો

તમે સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો જોયા હશે. જેમાં છોકરાઓ પુરુષના વેશમાં આવી વ્યુઝ માટે રીલ બનાવતા હોય છે. મહિલાઓના કપડાં પહેરી ડાન્સ કરતા હોય છે. પરંતુ આ વીડિયો જોયા બાદ તમે પણ વિચારમાં પડી જશે.

પુરુષ મહિલાઓના કપડાં પહેરી બસમાં બેસી કરે છે આવા કામ, જુઓ વીડિયો
| Updated on: Jul 13, 2025 | 1:00 PM

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં કેટલાક ફની વીડિયો તો કેટલાક એવા વીડિયો પણ સામે આવતા હોય છે. જે લોકોને એક સબક આપે છે. કેટલાક વીડિયો એવા પણ હોય છે, કે તમે વીડિયો જોઈને પણ ચોંકી જશો.રીલ્સ બનાવવાનો અને વાયરલ થવાની લત લોકોને એટલી હદે લાગી ગઈ છે કે,તેઓ તેના માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. બધી શરમ અને મર્યાદા ભૂલીને, લોકો સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાને રજૂ કરી રહ્યા છે, જેથી તેમને વ્યૂઝ, લાઈક્સ અને ફોલોઅર્સ મળતા રહે. ક્યારેક લોકો રીલ્સ માટે એવા કામ કરવા માટે મક્કમ થઈ જાય છે કે તેની આપણા સમાજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરમાં આવા જ એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમ તો તે જ્યારે બસમાં કે શેરીઓમાં ફરે તો લોકોને લાગે છે કે, આ એક મહિલા છે. પરંતુ રિયલમાં તે એક છોકરો હતો અને છોકરીઓના કપડાં પહેરીને હરતો ફરતો રહે છે.આ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો કે, ખરેખર આ કોઈ મહિલા નહી પરંતુ પુરુષ છે. આ પુરુષ મહિલાઓનો વેશ ધારણ કરી ફરે છે અને આવા એક નહી પરંતુ અનેક એવી પુરુષની ટુકડી હશે, જે મહિલાઓનો વેશ ધારણ કરી મહિલાઓને જ પરેશાન કરતા હશે. આવા ચહેરાઓ દુનિયાની સામે જલ્દી આવતા પણ નથી. કારણ કે, તેનો પહેરવેશ મહિલાનો હોય છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ પુરુષ બસમાં મુસાફરી કરી રહ્યો છે. આનું કામ મહિલાઓના કપડાં પહેરી મહિલા જે સીટમાં બેઠી હોય તેની બાજુમાં બેસવું અને પછી એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, આ પુરુષ મહિલાઓનો વેશ ધારણ કરી મહિલાની બાજુમાં બેસી તેને બેહોશનો દવા આપે છે પછી જાણે શું આ છોકરીઓ સાથે કરે છે.

 

 

ત્યારે એક વ્યક્તિએ આ સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો છે. આ વ્યક્તિએ આ પુરુષને એક બસમાંથી ઝડપી પાડ્યો છે. જ્યારે તેને જોતા એવું જ લાગે કે, આ કોઈ પુરુષ છે. પરંતુ જ્યારે તેના ચેહરા પરથી માસ્ક દુર કરવાનું કહ્યું તો પહેલા તો આનાકાની કરી રહ્યો હતો. ત્યારબાદ તેના ચેહરા પરથી અને માથા પરથી દુપ્પટો દુર કર્યો તો અસલી ચેહરો પુરુષનો હતો.આ વીડિયો ક્યાંનો છે એ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે , વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો