Viral Video: આજના સમયમાં દરેક વ્યક્તિ સંપૂર્ણપણે ફિટ રહેવાનો પ્રયત્ન કરે છે. જેમ કોઈ વ્યક્તિ કસરત કરીને પોતાનું સ્વાસ્થ્ય બનાવે છે, તેવી જ રીતે ઘણા લોકો ફિટ રહેવા માટે ઓછા તેલવાળુ ખાય છે. પરંતુ હજુ પણ, ઘણી વખત ખૂબ વધારે તેલ ખોરાકમાં ભળી જાય છે. જેના માટે ઘણી વખત આપણે ટીશ્યુ પેપરની મદદથી ખોરાકમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. તાજેતરમાં, આવા જુગાડનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તમે કોઈપણ મહેનત વગર ખોરાકમાંથી વધારાનું તેલ કાઢી શકો છો.
આ રેસીપી જોઈને, તમે તેને તમારા કિચન હેક્સમાં પણ ઉમેરી શકો છો. એક ટ્વિટર યુઝર દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને આ સમાચાર લખવા સુધી 2 લાખ 35 હજારથી વધુ વ્યૂઝ અને સાડા સાત હજારથી વધુ લાઈક્સ મળી છે.
Using ice to remove the oil pic.twitter.com/EiIGv4vmUo
— Time For Knowledge (24×7) (@24hrknowledge) August 18, 2021
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ મોટા વાસણમાં રાખેલા શાકમાંથી તેલ કાઢવા માટે બરફનો મોટો ટુકડો લીધો, તેને ડુબાડ્યો અને પછી થીજી ગયેલું તેલ કાઢીને તેને અલગ કરી દીધું. જ્યાં સુધી તમામ તેલ કાઢી નાંખવામાં ન આવે ત્યાં સુધી તે આમ કર્યા કરે છે. આ ટેકનિક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો જોયા બાદ લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.
Tbh this is pretty brilliant innovation lolz
— ⬣Hexlena PulseAlot⬣ (@StakeHEX5555) August 18, 2021
Clever. I use paper towels but I might have to give this a go 🙂
— HammySammy (@HammySam17) August 19, 2021
Clever. I use paper towels but I might have to give this a go 🙂
— HammySammy (@HammySam17) August 19, 2021
Yeh video dekhi thi, ek baar maine bhi try kya oil toh remove nahi hua ice tut ke andar gir gayi shorba patla ho gaya 😐
— Vaashi (@Vaashi7) August 19, 2021
લોકો જુગાડના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે ‘શું નવીન વિચાર છે, પરંતુ ખોરાકમાંથી તેની લિજ્જત ચાલી જવાની શક્યતાઓ છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આ જુગાડ ખરેખર સુપરથી ઉપર છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હું અત્યાર સુધી ટીશ્યુ પેપરનો ઉપયોગ કરતો હતો હવે કદાચ આ આઇડિયા અપનાવીશ”
આ પણ વાંચો: WOW કરોળીયાએ કોઇ મશીનની જેમ બનાવી જાળ, વીડિયોમાં તેની સુંદરતા જોઇ લોકો થયા દિવાના