વ્યક્તિએ છોલે-ભટુરે માંથી બનાવ્યો Ice Cream Roll, Weird Food રેસીપી જોઈને આઈસક્રીમ ચાહકોને આવ્યો ગુસ્સો

|

Nov 06, 2022 | 7:26 AM

એક સમય હતો જ્યારે લોકો મોટી-મોટી રેસ્ટોરન્ટ અને ઢાબાઓનું ખાવાનું છોડીને સ્ટ્રીટ ફૂડની મજા માણતા હતા. કારણ કે તેમને ત્યાં ક્લાસિક સ્વાદ મળતો હતો, પરંતુ કોવિડ પછી, સ્ટ્રીટ વિક્રેતાઓને એવું તે શું સૂઝ્યુ કે ખોરાક સાથે તેઓ અજીબોગરીબ પ્રયોગ કરતાં થઈ ગયા છે.

વ્યક્તિએ છોલે-ભટુરે માંથી બનાવ્યો Ice Cream Roll, Weird Food રેસીપી જોઈને આઈસક્રીમ ચાહકોને આવ્યો ગુસ્સો
Chole Bature experiment Viral Video

Follow us on

સ્ટ્રીટ ફૂડનું નામ પડતાં જ આંખો સામે સમોસા, છોલે-ભટુરે અને ગોળગપ્પા નાચવા લાગે છે, પરંતુ એવું નથી કે તમે તેની સાથે કોઈ પ્રયોગ કરો અને તેને વિચિત્ર વાનગીમાં ફેરવી દો. કારણ કે તેની સાથે કંઈપણ કરી શકાય છે અને કોઈ તેને સહન કરતું નથી, પરંતુ લોકો હજી પણ જ્યાં જાય છે, તેઓ ફક્ત લોકોની મનપસંદ વસ્તુઓ સાથે પ્રયોગ કરવાનું ચાલુ રાખે છે. એક પ્રયોગ આજે પણ લોકોની ચર્ચામાં છે.

એક સમય હતો જ્યારે લોકો મોટી-મોટી રેસ્ટોરાં અને ઢાબાઓનું ખાવાનું છોડીને સ્ટ્રીટ ફૂડની મજા માણતા હતા કારણ કે તેઓને ત્યાં એ ક્લાસિક સ્વાદ મળતો હતો, પરંતુ કોવિડ પછી, સ્ટ્રીટ વિક્રેતાઓને એવું તે શું સૂઝ્યુ કે ખોરાક સાથે તેઓ અજીબોગરીબ પ્રયોગ કરતાં થઈ ગયા છે. હવે આ પ્રયોગ જ જુઓ જે સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ છોલે-ભટૂરેનો આઈસક્રીમ રોલ બનાવ્યો છે, જેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે.

અહીં, વીડિયો જુઓ


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પહેલા વ્યક્તિ ભટુરેના નાના ટુકડા કરે છે, પછી તેની ઉપર ચટણી નાખે છે. આ પછી તે તેની ઉપર ઓગળેલા આઈસ્ક્રીમ ઉમેરે છે. પછી તે તેને લાંબા સમય સુધી મેશ કરીને પાતળું બનાવે છે અને પછી તે તેને પેસ્ટની જેમ તૈયાર કરે છે અને પછી તેને રોલ કરે છે. આ બધું કર્યા પછી, તે તેના પર ઘણી વસ્તુઓ ઉમેરીને ખાવામાં આપે છે.

અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

આ વીડિયોને Street Food World નામના એકાઉન્ટ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, લાગે છે કે હવે તમારે છોલે-ભટુરા ખાવાનું છોડી દેવું પડશે. તે જ સમયે, અન્ય વપરાશકર્તા કહે છે કે, તેને જોઈને ઉલ્ટી જેવું થાય છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ખબર નથી કે તેને ખાવાનું બંધ કરવું કે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સ્ક્રોલ કરવો.

Next Article