Weird Food : દિલ્હીના એક વ્યક્તિએ આવી વસ્તુથી બનાવી Ice-cream, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘થોડીક શરમ કરો’

|

Apr 18, 2022 | 11:06 AM

શું તમે ક્યારેય 'ઈડલી આઈસ્ક્રીમ' (Idli Ice-cream) વિશે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું ન હોય તો આજે જુઓ આ અનોખા પ્રકારની વસ્તુ આખરે કેવી રીતે બની છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.

Weird Food : દિલ્હીના એક વ્યક્તિએ આવી વસ્તુથી બનાવી Ice-cream, વીડિયો જોઈને લોકોએ કહ્યું- થોડીક શરમ કરો
ice cream from idli in viral video

Follow us on

દેશમાં જાણે હાસ્યાસ્પદ વાનગીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અજીબો-ગરીબ ફૂડ (Weird Food) કોમ્બિનેશનવાળી રેસિપીના વીડિયોનું પૂર આવ્યું છે. જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ ફ્યુઝનના નામે આઇકોનિક ખાદ્યપદાર્થો પર ત્રાસ આપતા જોવા મળે છે. ‘ગ્રીન ચિલી આઈસ્ક્રીમ રોલ’ની (Green Chilli Ice-cream Roll) રેસિપીને લઈને લોકોનો ગુસ્સો હજુ શાંત થયો નહતો કે દિલ્હીમાં એક વિક્રેતાએ ઈડલી સાથે રમીને ઈન્ટરનેટ પબ્લિકનો ગુસ્સો સાતમા આસમાને લઈ ગયો છે. વિક્રેતાએ ઈડલી સાથે ઈડલી આઈસ્ક્રીમ તૈયાર કરી છે. જેને જોઈને દરેકના મન ઉડી ગયું છે. લોકો માત્ર દુકાનદારને ઉગ્રતાથી કોસતા નથી, પરંતુ એમ પણ કહી રહ્યા છે કે આવું કરતા પહેલા તેમને શરમ નહોતી આવી.

શું તમે ક્યારેય ‘ઈડલી આઈસ્ક્રીમ રોલ’ વિશે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું ન હોય તો આજે જુઓ આ અનોખા પ્રકારની વસ્તુ આખરે કેવી રીતે બની છે. વાઇરલ વીડિયો એ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે સ્ટ્રીટ વેન્ડર્સ સ્વાદ અને સર્જનાત્મકતામાં નવા ટ્વિસ્ટના નામે આઇકોનિક ખોરાક સાથે ગડબડ કરી રહ્યા છે. કેટલાક વિક્રેતાઓ ખોરાકને નવો સ્વાદ આપવા માટે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આ લોકો ક્યારેક ફૂડ સાથે આવા પ્રયોગો કરે છે. જેને જોઈને લોકોની ભ્રમર ઉંચી થઈ જાય છે. હવે લોકો વિક્રેતાને ‘ઈડલી આઈસ્ક્રીમ રોલ’ની રેસીપી વિશે ઉગ્રતાથી સાચું ખોટું સંભળાવી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈડલી આઈસ્ક્રીમ રેસીપીનો વીડિયો અહીં જુઓ

ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટથી આઈસ્ક્રીમની વિચિત્ર રેસિપીનો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ઈડલી આઈસ્ક્રીમ… દુનિયાને અન્ય ડાયનેમિક ફૂડ બતાવવાનો સમય આવી ગયો છે. માફ કરજો મિત્રો.’ બે દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝર કહે છે કે, ‘આના કરતા તો હું મરી જવાનું વધુ પસંદ કરીશ’ તેવી જ રીતે બીજા વ્યક્તિએ કહ્યું કે, ‘ કંઈક તો શરમ કરો.’ એક વ્યક્તિએ લખ્યું કે, આ પાપ કર્યું છે તેના કરતા વધુ ગુસ્સે હું આ વીડિયો અપલોડ કરનાર વ્યક્તિ પર છું.’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Weird Food: ગ્રીન ચિલી મિક્સ કરીને વ્યક્તિએ બનાવ્યો આઈસ્ક્રીમ, વીડિયો જોઈને લોકોએ ગુસ્સામાં આપી આવી પ્રતિક્રિયાઓ

આ પણ વાંચો:  Weird Food: દુકાનદારે બનાવ્યો મેગીનો આઈસ્ક્રીમ રોલ, આ જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

Next Article